Not Set/ મુંબઈ/ ભીંડી બજારની એક ઈમારતમાં લાગી ભીષણ આગ, 2 કાર અને અનેક બાઈક બળીને ખાક

મુંબઈ/ આર્થિક રાજધાની મુંબઇના ભીંડી બજારમાં ઇસ્માઇલ બિલ્ડિંગમાં શુક્રવારે વહેલી સવારે આગ લાગી હતી. આગ ઇસ્માઇલ બિલ્ડિંગની એક દુકાનમાં લાગી હતી અને જોતજોતામાં આ આગ નજીકના વિસ્તારોમાં ફેલાઇ ગઈ હતી. આગની જાણ થતાં જ અનેક ફાયર એન્જિનો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જો કે આગના કારણોની જાણકારી હજી મળી નથી, પરંતુ આશંકા છે કે આગ […]

Top Stories India

મુંબઈ/

આર્થિક રાજધાની મુંબઇના ભીંડી બજારમાં ઇસ્માઇલ બિલ્ડિંગમાં શુક્રવારે વહેલી સવારે આગ લાગી હતી. આગ ઇસ્માઇલ બિલ્ડિંગની એક દુકાનમાં લાગી હતી અને જોતજોતામાં આ આગ નજીકના વિસ્તારોમાં ફેલાઇ ગઈ હતી. આગની જાણ થતાં જ અનેક ફાયર એન્જિનો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જો કે આગના કારણોની જાણકારી હજી મળી નથી, પરંતુ આશંકા છે કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી છે.

Mumbai: Fire broke out in Ismail building at Bhendi Bazar

આગની જ્વાળાઓ એટલી તીવ્ર હતી કે તે ઝડપથી ફેલાઈ ગઈ હતી અને ત્યાં પાર્ક કરેલી બે કાર અને અનેક મોટર સાયકલ પણ આગના ચપેટામાં અવી ગઈ હતી. આ ઘટના બાદ તરત જ પોલીસે સુરક્ષા માટે આસપાસના વિસ્તારોને ખાલી કરાવી દીધા હતા. હાલ તો આ આગના કરને કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફાયર એન્જિનોએ આગ પર કાબૂ મેળવ્યો છે, પરંતુ ભીડ બજારમાં આગને કાબૂમાં લેવા માટે અગ્નિશામક દળને ભારે મહેનત કરવી પડી હતી, બિલ્ડિંગની નજીક વાહનો ન પહોંચતા આગમાં વધારો થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.