Not Set/ વડોદરા/ ફિયાન્સ સાથે ફરવા ગયેલી છોકરી પર થયો ગેંગરેપ

સંસ્કારી નગરી વડોદરા હવે ક્રાઈમ નગરી બની ગઈ છે. વડોદરામાં જેમ જેમ દિવસ ઉગે છે તેમ તેમ ક્રાયમની ઘટના સામે આવતી રહે છે. આવામાં એક 14 વર્ષની સગીરા પર ગેંગરેપ થવાની ઘટના સાથે આવી છે. ગેંગરેપની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચ્યો છે. 14 વર્ષની સગીરા પર ગેંગરેપ  થતા વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં આ […]

Gujarat Vadodara

સંસ્કારી નગરી વડોદરા હવે ક્રાઈમ નગરી બની ગઈ છે. વડોદરામાં જેમ જેમ દિવસ ઉગે છે તેમ તેમ ક્રાયમની ઘટના સામે આવતી રહે છે. આવામાં એક 14 વર્ષની સગીરા પર ગેંગરેપ થવાની ઘટના સાથે આવી છે. ગેંગરેપની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચ્યો છે.

14 વર્ષની સગીરા પર ગેંગરેપ  થતા વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોધવામાં આવી છે. ફરિયાદમાં  પીડિતાએ જણાવ્યું કે, તે ગઈકાલે રાત્રે 8 વાગ્યાની આસપાસ નવલખી મેદાનમાં પોતાના ફિયાન્સ સાથે ફરવા ગઈ હતી ત્યારે તેના પર બે શખ્સોએ ગેંગરેપ ગુજાર્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાત્રે 8 વાગ્યે નવલખી મેદાન પર પીડિતા પોતાના ફિયાન્સ સાથે ફરવા ગઈ હતી ત્યારે બે અજાણ્યા શખ્સો તેમની નજીક આવ્યા અને તેના ફિયાન્સ સાથે મારામારી કરી, ત્યારબાદ તેમણે છોકરીને પણ ત્યાંથી દૂર ખેંચી લીધી હતી અને મેદાનની નજીક આવેલી ઝાડીમાં છોકરીને લઈ ગયા તેને પણ માર મારવામાં આવ્યો હતો, અને ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર જયારે પીડિતા પર ગેંગરેપ ગુજારવામાં આવી રહ્યો હતો ત્યારે તે જોર જોરથી બૂમો પડી રહી હતી. ત્યારે જ નજીકમાંથી પસાર થઈ રહેલી પીસીઆર વાનમાં તૈનાત પોલીસકર્મીઓએ પીડિતાનો અવાજ સાંભળ્યો હતો. જો કે, પીસીઆર વાન પહોંચી તે સાથે જ બંને આરોપીઓ ભાગી છૂટ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.