Not Set/ જાણો ક્યાં મજબૂર ખેડૂતો શેરડીનો ઉભો પાક સળગાવી રહ્યા છે? શું છે કારણ ??

ગુજરાતમાં ખેડૂતોની હાલત બેહાલ જોવામાં આવી રહી છે. ક્યારેક કોરોના – તો ક્યારેક કમોસમી વરસાદ, ક્યારેક તીડ – તો ક્યારેક તંત્ર તમામ આફતો જાણે ખેડૂતો માટે જ નિર્માણ થઇ રહી હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે. રાજ્યનો ખેડૂતો એટલા તો ત્રસ્ત થઇ ગયા છે અને કંટાળી ગયા છે કે હવે તો ખેડૂતો પોતાનો ઉભો પાક સળગાવી […]

Gujarat Others

ગુજરાતમાં ખેડૂતોની હાલત બેહાલ જોવામાં આવી રહી છે. ક્યારેક કોરોના – તો ક્યારેક કમોસમી વરસાદ, ક્યારેક તીડ – તો ક્યારેક તંત્ર તમામ આફતો જાણે ખેડૂતો માટે જ નિર્માણ થઇ રહી હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે. રાજ્યનો ખેડૂતો એટલા તો ત્રસ્ત થઇ ગયા છે અને કંટાળી ગયા છે કે હવે તો ખેડૂતો પોતાનો ઉભો પાક સળગાવી દેવા માટે મજબૂર જોવામાં આવી રહ્યા છે. રાત દિવસ – ટાઢ, તડકો, વરસાદ, વાવાઝોડુ કઇ પણ જોયા વીના પરસેવે નહાઇને જે પાકને ઉછેળ્યો હોય તે પાકને જ ખેડૂત પરિસ્થિતિથી મજબૂર થઇ ઉજાળી રહ્યા છે. 

જી હા, રાજ્યમાં બીલકુલ આવું વાતાવરણ જોવામાં આવી રહ્યું છે. મોરબીનાં હળવદમાં ખેડૂતોએ શેરડીનો પાક સળગાવ્યો હોવાની ઘટના સામે આવી છે. માનસર ગામે ખેડૂતોએ ઉભો પાક સળગાવ્યો છે. આજે જ નહીં 4 દિવસ પહેલાં પણ ખેડૂતો દ્વારા આહી પાક સળગાવી મૂક્યો હોવાની વાત વિદિત છે. અને આની પાછળનું કારણ છે તંત્ર.

મહામહેનત તે ઉછારેલી શેરડીનું વેચાણ ન થતાં ખેડૂતો મજબૂર બન્યા છે. અને પોતાનાં હાથે જ પોતાની મહેનત પર પાણી ફેરવી આગ લગાડી રહ્યા છે. લોકડાઉનનાં કાળમાં કોરોનાકાળમાં શેરડીનાં ચીચૂડા બંધ રહ્યા હતા. માર્કેટો બંધ રહી, ટ્રાન્સપોર્ટેશન બંઘ રહ્યું, સ્યુગર મીલ એટલે કે ખાંડસરીઓ બંધ રહી હોવાનાં કારણે ખેડૂતોનો પાક ન વેચાતા ખેડૂતો આવુ પગલું ભરવા માટે મજબૂર જોવામાં આવી રહ્યા છે. તંત્ર અને સરકાર દ્વારા પણ જાણે આ બાબતને લઇને આંખ આડા કાન કરવામાં આવ્યા હોય તેવી સ્થિતિ જોવામાં આવી રહી છે. કોઇ સાંભળશે આ જગતનાં તાતને…?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews