Not Set/ વડોદરા/ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનો કાળા વાવટા ફરકાવી વિરોધ

  ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા પહોંચેલા હાર્દિકની સામે વાવટા ફરકાવી રહેલા યુવાનને કોંગ્રેસના કાર્યકરોએ ધક્કે ચડાવીને મેથીપાક આપ્યો હતો. સંજય પંચાલ નામના સામાજિક કાર્યકર યુવકે હાર્દિક પટેલનો વિરોધ કર્યો હતો. સંજય પંચાલે કાળા વાવટા ફરકાવીને વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે આ વચ્ચે કોંગ્રેસી કાર્યકરો […]

Gujarat Vadodara
 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા પહોંચેલા હાર્દિકની સામે વાવટા ફરકાવી રહેલા યુવાનને કોંગ્રેસના કાર્યકરોએ ધક્કે ચડાવીને મેથીપાક આપ્યો હતો.

સંજય પંચાલ નામના સામાજિક કાર્યકર યુવકે હાર્દિક પટેલનો વિરોધ કર્યો હતો. સંજય પંચાલે કાળા વાવટા ફરકાવીને વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે આ વચ્ચે કોંગ્રેસી કાર્યકરો અને યુવક વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. નવાપુરા પોલીસે વિરોધ કરનાર યુવકની અટકાયત કરી હતી. 

 સામાજિક કાર્યકર સંજય પંચાલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ પર રાજદ્રોહ જેવા ગુના દાખલ થયેલા છે. ૨૦૧૫માં કોંગ્રેસ સાથે મળી પાટીદાર અનામત આંદોલન કરીને ૧૪ પાટીદાર દિકરાઓનો ભોગ લીધો અને ગુજરાતની શાંતિ ડહોળાઈ હતી અને જો હાર્દિક પટેલ વડોદરાની મુલાકાત લેશે તો કલમ ૧૪૪નો ભંગ થવાની પુરેપુરી શક્યતા છે અને જો હાર્દિક પટેલને પ્રવેશ આપવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ સામાજીક કાર્યકર સંજય પંચાલે ઉચ્ચારી હતી.

સંજયનગરના રહીશો સાથે મુલાકાત બાદ હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, અનેક પરિવારો પોતાના સપનાના મકાન માટે આંદોલન કરી રહ્યાં છે. મકાન માટે આંદોલન કરનારા સંજયનગરના રહીશોને સલામ. ભારતીય જનતા પાર્ટી અને એનું શાસન ગરીબ વિરોધી છે. 1500 કરોડનો ફાયદો કોર્પોરેશનને મળે છે. પરંતુ માનીતા લોકોને ફાયદો કરાવવા પાલિકા જાતે બાંધકામ નથી કરી રહી. માનીતા બિલ્ડરને કામ આપી 1200 કરોડ ખિસ્સામાં નાખવાનો પ્રયાસ છે. નાગરિકોના વોટની કોઈ કિંમત નથી રહી. ચૂંટાયેલા એક પણ નેતાએ સંજયનગરની મુલાકાત લીધી નથી. લાભાર્થીઓની લડતમાં હું તેમની સાથે છું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.