સમગ્ર વિશ્વ આજે કોરોનાવાયરસનાં કારણે મુશ્કેલીમાં મુકાઇ ગયુ છે. ત્યારે આ કોરોના મહામારીની સામે અસલ લડતા આપવા આપણા ડોક્ટર્સ, પોલીસકર્મીઓ સતત ખડે પગે જોવા મળે છે. જો કે સૌથી વધુ ખતરો આ જ કોરોના વોરિયર્સને છે. આપણા ઘણા કોરોના વોરિયર્સને કોરોના થયા હોવાના અહેવાલો આવી રહ્યા છે, ઘણા અધિકારીઓ પણ આ કોરોનાની ઝપટમાં આવી ગયા છે, જેમા એક નામ હવે રાજ્યનાં ઉદ્યોગ કમિશ્નર રાહુલ ગુપ્તાનું ઉમેરાયુ છે.
આપને જણાવી દઇએ કે, રાહુલ ગુપ્તાને ગત સપ્તાહમાં કોરોના થયો હતો. જેને લઇને તેઓ હવે હૉમ કવોરોન્ટાઇન થયા છે. જણાવી દઇએ કે, રાહુલ ગુપ્તા રાજકોટનાં પ્રભારી સચિવ છે. મળી રહેલી માહિતી અનુસાર તેઓ હજુ એકાદ સપ્તાહ રજા પર રહેશે. અગાઉ અડધો ડઝન IASને કોરોના થયો હતો. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર રાહુલ ગુપ્તા એકદમ સ્વસ્થ છે. જો કે તેમનો કોરોનાગ્રસ્ત અધિકારીઓની યાદીમાં ઉમેરો થઇ ગયો છે.
Gujarat: ઔદ્યોગિક એકમોની સલામતી સામે પ્રશ્નાર્થ, ઇન્ડસ્ટ્રી સેફ્ટી અન…
રાજકોટ: મુખ્યમંત્રી રૂપાણી કરશે આવતીકાલે 1200 કરોડના ખર્ચે નિર્માણાધ…
suspended / અમદાવાદ કોલ સેન્ટર તોડ કાંડમાં PI સહિત સાત પોલીસમેન સસ્પેન્ડ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
