Accident/ જો ના ચેતયા હોત તો થાત મોટો અકસ્માત….!.વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતની વણઝાર…વડોદરા સહિત શહેરોમાં ભારે ધુમ્મસથી મુશ્કેલી

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગાઢ ધુમ્મસના કારણે વિઝીબલિટી ઘટી જવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓછી વિઝબલિટી હોવાથી રોડ પર સામેથી આવતા વાહનો ના દેખાતા અમદાવાદથી વડોદરા તરફ જતાં 45થી વધુ વાહનો એકબીજા સાથે અથડાયા હતા.

Ahmedabad Gujarat Vadodara Others

@કામેશ ચોકસી, મંતવ્ય ન્યૂઝ

દક્ષિણ ગુજરાતનાં વિવિધ ભાગોમાં વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજય….ઝીરો વિઝિબિલિટીને પગલે રસ્તા પર વાહનચાલકોને હેરાનગતિ

જો ના ચેતયા હોત તો થાત મોટો અકસ્માત…!

જી હા.આજે વહેલી સવારથી જાણે ફરી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થવાનો હોય તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.વાત કરીએ સંસ્કારી નગરી વડોદરાની કે જ્યાં આજે વહેલી સવારે ભારે ધુમ્મસનો માહોલ જોવા મળ્યો હતો.વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વહેલી સવારે અચાનક જ ઝીરો વિઝિબિલિટીનાં દ્રશ્યો સર્જાયા હતા.જેને કારણે અકસ્માતોની વણઝાર થઇ હતી.ઝીરો વિઝિબિલિટીનાં કારણે એક બાદ એક ગાડીઓ એકબીજા સાથે અથડાતા અકસ્માત થયો હતો.જેમાં 15-20 ગાડીઓ એકબીજા સાથે અથડાતાં મોટો અકસ્માત થયો હતો.સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહોતી.જો કે આટલા બધા અકસ્માત થતાં લોકોનાં જીવ અધ્ધરતાલ થઇ ગયા હતા. જો કે કોઇ જાનહાનિ ના થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

દક્ષિણ ગુજરાતમાં ધુમ્મસનું સામ્રાજ્ય

———————-———————————

આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.આણંદ,વડોદરા,સુરત,છોટાઉદેપુર સહિત સ્થળોએ ગાઢ ધુમ્મસ વહેલી સવારે જોવા મળ્યું હતું.જેને લઇને એકબાજુ ઠંડીમાં વધારો નોંધાયો હતો તો બીજી બાજુ ધુમ્મસને પગલે નયનરમ્ય દ્રશ્યનો નજારો રાહદારીઓએ માણ્યો હતો. સમગ્ર રાજ્યમાં છેલ્લાં કેટલાંય દિવસોથી ઠંડી ઘટતા લોકોએ રાહત અનુભવી છે  જો કે આજે વહેલી સવારે ધુમ્મસ જોવા મળતાં લોકોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો.

જે હાઈવે પર લોકો 100ની સ્પીડે ગાડી ચલાવી રહ્યાં છે તેઓને હાલમાં 30ની સ્પીડે ગાડી ચલાવવાની ફરજ પડી છે. હાઈવે પર ધુમ્મસ હોવાને લીધે 100 ફૂટ દૂરનું દૃશ્ય પણ હાલમાં સ્વચ્છ રીતે દેખાતું ન હોવાને લીધે ટોલ નાકે ઊભા રહેલા લોકોનું જણાવવું છે.

આ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. જો કે આ અકસ્માતની વણજારમાં કોઈના મોત કે ઈજાના સમાચાર હજુ સુધી નથી મળ્યા.

સવારથી જ હાઇવે પર ગાઢ ધુમ્મસ હતું, જેને લીધે વિઝિબિલિટી સાવ ઘટી ગઇ હતી. આવા સમયમાં એકસપ્રેસ હાઈવે પર સ્પીડને લીધે વાહનો એકબીજા સાથે અથડાયાં હતાં. આણંદમાં આવેલ તારાપુર સહિત ભાલ પંથકમાં પણ સવારમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.

માવઠાની મુસીબતનો માર….!

—————————————————–

હવામાન નિષ્ણાતો દ્વારા ફરી માવઠાની મુસીબતની આગાહી કરાઇ છે. જેમાં ફેબ્રુઆરીનાં પ્રારંભ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે.ઉત્તર ભારતથી ગુજરાત સુધી તેની સાર્વત્રિક અસર જોવા મળશે.જેને લઇને ફેબ્રુઆરીનાં પ્રથમ સપ્તાહમાં જ વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળે તેવી શકયતા વ્યકત કરાઇ છે સાથે જ કમોસમી વરસાદની આગાહી પણ કરાઇ છે.અમદાવાદમાં શહેરીજનો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે.જેમાં બપોરે સામાન્ય ગરમી વર્તાઇ રહી છે. રાત્રિ તાપમાનનો પારો ગગડતા ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.આમ એક જ દિવસે બેવડી ઋતુને કારણે લોકો સામાન્ય રોગનાં ભોગ બન્યાં છે સાથે જ વૃદ્ધોને પણ શારિરીક તકલીફો જોવા મળી રહી છે.આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા ઠંડી વધવાની આગાહી કરાઇ છે.સાથે જ  માવઠાની અસર જોવા મળશે તો ખેડૂતોનાં રવિપાકને નુકસાનની ભીતિ પણ વ્યકત કરાઇ છે.

 

કયાં વધશે ઠંડીનું જોર?

———————-————————————–

હવામાન ખાતાની આગાહી અનુસાર ઉત્તર ભારત,ગુજરાત,રાજસ્થાન,મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનાં કેટલાંક વિસ્તારોમાં આગામી 1 થી 11મી ફેબ્રુઆરી સુધીમાં કમોસમી વરસાદની શકયતા વ્યકત કરાઇ છે.સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે.ખેડૂતોએ ફેબ્રુઆરીની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવવાનો હોવાની શકયતાને પગલે પાકને રાખવા માટે વ્યવસ્થા કરવી જોઇએ તેવો દિશાનિર્દેશ પણ કરાયો છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાઇ છે.જેની સીધી અસર ગુજરાતમાં અનુભવાશે.આગામી 27મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી ગુજરાતમાં ઠંડીનાં પ્રમાણમાં સતત વધારો જોવા મળી શકે છે.લઘુત્તમ તાપમાન ગગડીને 8 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે.ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત,કચ્છ સહિત અન્ય શેહેરોમાં પણ લઘુત્તમ તાપમાનનો પારો ગગડશે. આગામી સમયમાં બનાસકાંઠા,સાબરકાંઠા,ડીસા,નલિયા,મહેસાણામાં ઠંડીનું જોર વધશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો