Gondal/ જામવાળી પાસે ત્રિપલ અકસ્માતમાં બે યુવાનના મોત, શિક્ષિકા અને તેનો પુત્ર ઘાયલ

અકસ્માત માટે કુખ્યાત બનેલ ગોંડલ નેશનલ હાઈવે ઉપર જામવાળી ગામ પાસે ઈનોવા કારે બાઈક અને પ્લેઝરને અડફેટે લેતાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા,

Gujarat
1

વિશ્વાસ ભોજાણી, ગોંડલ@મંતવ્ય ન્યૂઝ

અકસ્માત માટે કુખ્યાત બનેલ ગોંડલ નેશનલ હાઈવે ઉપર જામવાળી ગામ પાસે ઈનોવા કારે બાઈક અને પ્લેઝરને અડફેટે લેતાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા, જ્યારે મહિલા શિક્ષિકા એન તેના પુત્રને ગંભીર ઇજા પહોંચી હોય સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા અકસ્માતના પગલે ટ્રાફિક જામ થવા પામ્યો હતો.

1

માતેલા સાંઢની માફક દોડી આવતી ઈનોવા એ બાઈક અને પ્લેઝરને અડફેટે લીધા

11

પ્રાપ્ત વિગતો મુજબ બિલીયાળા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં કારમાં આગ લાગવાથી ત્રણ મહિલા ભડથું થઈ ગયાની ઘટના ની શાહી હજુ સુકાઇ નથી ત્યાં જામવાળી પાસે પુરપાટ ઝડપે દોડી આવતી ઈનોવા કાર GJ03LM 3177 ના ચાલકે હોન્ડા GJ3HQ 9056 અને પ્લેઝર GJ03DC 3455 ને અડફેટે લેતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં જામવાડી જીઆઇડીસીમાં આવેલ અક્ષર ઓઇલ મિલમાં કામ કરતા મૂળ સાદડીયા જિલ્લો ડુંગરપુર રાજસ્થાન ના ભીખાભાઈ ઉદાભાઈ ડામોર, ઉંમર વર્ષ 30 અને ગોંડલ બસ સ્ટેન્ડ પાસે હીરાના કારખાનામાં કામ કરતા સંજય મનસુખભાઈ મકવાણા ,ઉંમર વર્ષ 23 રહે મોવિયા વાળાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું જ્યારે ચરખડી ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા જયશ્રીબેન રાજેશભાઈ સોરઠીયા ઉંમર વર્ષ 40 અને તેનો પુત્ર આરવ ઉંમર વર્ષ 8  ને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા.

1

Supreme Court / ભ્રષ્ટાચારના ગુનાના આરોપીને નિર્દોષ મુક્ત કરતા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે કર્યો રદબાતલ

અકસ્માતની ઘટનાને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ થવા પામ્યો હતો તાલુકા પોલીસ અને હાઇવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ગંભીર રીતે ઘાયલ શિક્ષિકા તેના પુત્રને સારવાર માટે તેમજ બે યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડાયા હતા.અકસ્માતમાં મોતને ભેટનાર ભીખાભાઈ બે દીકરા અને એક દીકરીના પીતા હતા, જ્યારે સંજયભાઈ અપરણિત હોય હીરાના કારખાનામાં કામ કરવાની સાથે ખેતી કામ કરતા હતા બે ભાઈઓના પરિવારમાં મોટા હતા જ્યારે જયશ્રીબેન ચરખડી ગામે પ્રાયમરી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા અને પોતાના પ્લેઝર મોટરસાયકલ પર રોજિંદા અપડાઉન કરતા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…