Crime/ વડોદરામાં ધોળે દિવસે વેપારીને ચાકુનાં ઘા મારી લૂંટારૂઓએ ચલાવી લૂંટ

રાજ્યોમાં દિવસેને દિવસે ચોરીનાં બનાવોં વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે વધુ એક ચોરીનો કિસ્સો વડોદરા સિટીમાં જોવા મળ્યો હતો.

Gujarat Vadodara
  • વડોદરામાં જવેલર્સને ત્યાં દિલધડક લૂંટ
  • વેપારીને ચાકુનાં ઘા મારી લૂંટારુંએ લૂંટ ચલાવી
  • પાદરા રોડ વિસ્તારનાં મા કૃપા જવેલર્સની ઘટના
  • ધોળે દિવસે લૂંટની ઘટનાથી વિસ્તારમાં હાહાકાર
  • લૂંટારુંઓ સોના ચાંદીની લૂંટ કરી હોવાની વાત
  • જે.પી.રોડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી

રાજ્યોમાં દિવસેને દિવસે ચોરીનાં બનાવોં વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે વધુ એક ચોરીનો કિસ્સો વડોદરા સિટીમાં જોવા મળ્યો હતો. શહેરનાં પાદરા રોડ વિસ્તારના માં કૃપા જવેલર્સમાં લૂટની ઘટના બની હતી. શહેરમાં ધોળા દિવસે લૂંટની ઘટનાનાં બનાવથી વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો .

Crime: શૌચાલયમાં કુદરતી હાજતે જવા આવેલા એક શખસ સાથે જાણો શું થયું

મળતી માહિતી મુજબ જે.પી.પોલીસ ઘટનાસ્થળે પહોંચતા કાર્યવાહી આગળ હાથ ધરી હતી. લૂંટારુઓએ સોના ચાંદીની લૂટ કરી હતી. વેપારીને ચાંકૂનાં ઘા મારીને લૂંટારુઓએ લૂંટ ચલવી હતી. ત્યારે પોલીસ આગળ લૂંટેરાઓની તપાસ કરી રહી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો ખૂબ જ હેરાન કરે તેવો છે. આ ઘટનાએ એકવાર ફરી સામાન્ય નાગરિકની સુરક્ષા પર સવાલો ઉભા કરી દીધા છે. વેપારી કે જેને લૂંટારૂઓએ ચાંકુ માર્યુ હતુ તેનુ શરીર લોહીથી ભરાઇ ગયુ હતુ. જો કે વેપારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Political: હાર્દિકને બદલે સુરતમાં આપનો જાદૂ ચાલી ગયો, અને કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઇ ગઇ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ