રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં કોરોનાનો ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ સહિતના ઉચ્ચ અધિકારીઓએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. આ તકે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે વેક્સિન સુરક્ષિત છે તેથી લોકો પોતાના મનમાં કોઈ પણ જાતનો ડર ન રાખે લોકો આગળ આવે અને કોરોનાની વેક્સિન મુકાવે,એટલે રાજકોટવાસીઓને વિનંતી છે કે તમે પણ વેક્સિન જરૂરથી લેજો.
ભાવવધારો / પ્લેટફોર્મ ટિકિટનો ભાવ વધારો હંગામી, રેલ્વેએ આપ્યું આ નિવેદન
આ ઉપરાંત સિવિલ હોસ્પલિટલના તબીબ ડો.પંકજ બુચે જણાવ્યું હતું કે, આ વેક્સિનની કોઈ આડઅસરના કિસ્સા હજુ સુધી નોંધાયા નથી. પરંતુ બાળકોને જેમ વિવિધ રસી અપાય ત્યારે સામાન્ય તાવ, માથુ દુખવા જેવા લક્ષણો હોય છે તે દરેક પ્રકારની રસી મુકાવીએ ત્યારે થતા હોય છે. કોઈ પણ વ્યક્તિને કોરોના થયો હોય તેમને શરીરમાં એન્ટીબોડી આવી જતું હોય છે.
![]()
Ambani Threat Case / પડોશી બોલ્યા- બાળકોને તરવાનું શિખવાડતા હતા મનસુખ, આત્મહત્યા ન કરી શકે
રાજકોટમાં હાલ કોરોના વેક્સિનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં સિનિયર સિટીઝનો હોંશે હોંશે કોરોના વેક્સિન મૂકાવી રહ્યાં છે. રાજકોટ મનપા દ્વારા ઝોનલ ઓફિસે સિનિયર સિટીઝનો કોરોના વેક્સિન મૂકાવા માટે ઉમટી પડ્યા છે. બીજી તરફ એક તબીબને પ્રથમ ડોઝમાં નોંધપાત્રા એન્ટીબોડી આવ્યાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં આજે 24 સરકારી અને 14 ખાનગી હોસ્પિટલો એમ કુલ 38 હોસ્પિટલોમાં કોરોના સામેની રસીકરણમાં 4 દિવસમાં રાજકોટ જિલ્લામાં 8,843 અને શહેરમાં 11,705 લોકોને વેક્સિન અપાઇ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
