બદલાવ/ આવકવેરા વિભાગનું નવું પોર્ટલ આવતીકાલ થી શરૂ થશે, જાણો શું બદલાઇ રહ્યું છે

આવકવેરા વિભાગ  દ્વારા  જણાવ્યું કે  7 જૂને તેમની  નવી પોર્ટલ લોન્ચ થઇ રહી  છે, જેના પર કરદાતાઓ ઓનલાઇન વિગતો સબમિટ કરી શકશે. આ પોર્ટલ  સબમિટ રકરેલી વિગતોની ત્વરિત પ્રક્રિયા કરવાની સુવિધા સાથે જોડવામાં આવશે અને આ સાથે ટેક્સ રિફંડની પ્રક્રિયા પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. નિવેદન મુજબ, સીબીડીટી 18 જૂનથી નવી કર ચૂકવણી સિસ્ટમ પણ […]

Business

આવકવેરા વિભાગ  દ્વારા  જણાવ્યું કે  7 જૂને તેમની  નવી પોર્ટલ લોન્ચ થઇ રહી  છે, જેના પર કરદાતાઓ ઓનલાઇન વિગતો સબમિટ કરી શકશે. આ પોર્ટલ  સબમિટ રકરેલી વિગતોની ત્વરિત પ્રક્રિયા કરવાની સુવિધા સાથે જોડવામાં આવશે અને આ સાથે ટેક્સ રિફંડની પ્રક્રિયા પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

નિવેદન મુજબ, સીબીડીટી 18 જૂનથી નવી કર ચૂકવણી સિસ્ટમ પણ રજૂ કરવા જઈ રહી છે. પોર્ટલના લોકાર્પણ પછી, એક મોબાઇલ એપ્લિકેશન પણ રજૂ કરવામાં આવશે, જેથી કરદાતાઓ તેની વિવિધ સુવિધાઓથી પરિચિત થઈ શકે.