Not Set/ જો તમારા પાસે ઈકો કાર છે, તો સાચવજો, શહેર બાદ ગ્રામ્યમાં સાઈલેન્સર ચોરી કરતી ગેંગ ઝડપાઈ

અમદાવાદનાં ગ્રામ્ય વિસ્તારોમાં ઈકો ગાડીના સાઈલેન્સરની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે, ગ્રામ્ય LCB એ આરોપીની ધરપકડ કરીને પુછપરછમાં ૨૦ જેટલી કારનાં સાઈલેન્સરની ચોરીના ગુનાની આરોપીઓએ કબુલાત કરી છે,

Ahmedabad Gujarat

અમદાવાદનાં ગ્રામ્ય વિસ્તારોમાં ઈકો ગાડીના સાઈલેન્સરની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે, ગ્રામ્ય LCB એ આરોપીની ધરપકડ કરીને પુછપરછમાં ૨૦ જેટલી કારનાં સાઈલેન્સરની ચોરીના ગુનાની આરોપીઓએ કબુલાત કરી છે, ત્યારે પોલીસે ૩ સાઈલેન્સર સાથે ૨ આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ પકડેલા બે આરોપીના નામ મુનાફ ઉર્ફે ડોસો વોરા અને તોફિક ઉર્ફે અબ્બા પીંજારા છે, બંન્ને આરોપીઓને LCB એ સાણંદ બાવળા રોડ પરથી ઈક્કો ગાડીના ૩ સાઈલેન્સર સાથે ઝડપી લીધા છે, આરોપી પાસેથી પોલીસે ગાડી અને સાઈલેન્સર મળી ૧ લાખ ૧૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે, ત્યારે આરોપીની પુછપરછમાં ૨૦ થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો, જેમા સાણંદ, અસલાલી, કડી- કલોલ, બારેજા, અને કઠલાલ સહિતના વિસ્તારોમા આરોપીઓ ચોરીનાં ગુનાને અંજામ આપ્યા હતા.

આ પણ વાંચો :કંટ્રોલ રૂમમાં ફોન જતા જલસા કરતા નબીરા થયા જેલ ભેગા

આરોપીઓની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપીઓ એક સાઈલેન્સર ચોરી કર્યા બાદ તેમાથી ૧૦ હજાર રૂપીયે કિલોના ભાવે વેચાતી પ્લેટીનિયમ માટીનુ વેચાણ કર્યા બાદ તે સાઈલેન્સર બીજી ગાડીમાં લગાવી દેતા. ગાડીના સાઈલેન્સરની ચોરી કરતો મુખ્ય આરોપી તોફિક અગાઉ પણ ૨૪ જેટલા ગુનામાં ઝડપાઈ ચુક્યો છે, પરંતુ જેલમાંથી બહાર આવી નવી ગેંગ બનાવી ફરી એક વખત ચોરીને અંજામ આપતો હતો. આરોપીએ છેલ્લા એક જ વર્ષમાં ૨૦ કરતા વધુ ચોરીનાં ગુનાને અંજામ આપ્યા હોવાનુ સામે આવ્યુ છે.

આ પણ વાંચો :સગા કાકાના દીકરાએ છરી ધા મારી યુવકને ઉતારો મોતને ઘાટ

મહત્વનુ છે કે ન માત્ર અમદાવાદ ગ્રામ્ય પરંતુ ગાંધીનગર વિસ્તાર અને અમદાવાદ શહેરમાં પણ સાઈલેન્સર ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે, અગાઉ પણ સરખેજ પોલીસે એક ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી રાજસ્થાન કનેકશન ખુલ્લુ પાડ્યુ હતુ, અને અમદાવાદ ક્રાઈમબ્રાંચે પણ આવા ગુનામાં અનેક આરોપીઓ ઝડપી લીધા હતા, તેમ છતા કિંમતી ધાતુ માટે થતા સાઈલેન્સર ચોરીની ઘટના અટકી નથી, ત્યારે પોલીસ આ સાઈલેન્સર ચોરીને અટકાવામાં ક્યારે સફળ થશે તે જોવુ રહ્યુ.

આ પણ વાંચો :અભ્યાસ અર્થે વિદેશ જતા વિદ્યાર્થીઓની સુવિધા માટે આ તારીખે શરૂ થશે રસીકરણ

આ પણ વાંચો :રાજ્યની સેશન્સ કોર્ટ સોમવારથી કાર્યાન્વિત, લાંબા સમયથી પડતર કેસની થશે સુનાવણી શરુ