વડોદરાના સનફાર્મા વિસ્તારમાં કિશોરે આપઘાત કર્યાનો મામલો સામે આવ્યો છે.. ઘરમાં ગળે ફાંસો લગાવી કિશોરે આપઘાત કર્યો હતો. જો કે કિશોરે આપઘાત કરતાં પહેલા વીડિયો બનાવ્યો હતો. જેમાં કિશોર જીને કે લિયે સોચા હી નહીં, દર્દ સવારને હોંગે…ગીત ગાતો જોવા મળી રહ્યો છે.
આ મામલે મળતી માહિતી અનુસાર, વડોદરાના સનફાર્મા રોડ પર રહેતા 16 વર્ષના કિશોરે વીડિયો બનાવ્યા પછી અગમ્ય કારણોસર પંખા પર પડદાનો ગાળિયો બનાવી ફાંસો ખાઇ લીધો હતો.સાંજે તેની માતા કામ પરથી ઘરે આવી ત્યારે પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં જોઇને પોલીસને જાણ કરી હતી.પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : વઢવાણ તાલુકાનાં વસ્તડી ગામનાં ભોગાવો નદીમાં બેફામ ગેરકાયદેસર રેતી ચોરીનો રાફડો ફાટ્યો
આપને જણાવી દઈએ કે, 1 વર્ષના કિશોર સોનીની દુકાનમાં નોકરી કરતો હતો.અને છેલ્લા બે દિવસથી તે કામ પર ગયો નહતો.તેના માતા પિતા કડિયા કામની મજૂરી કરતા હતા.અને તેની બેન પણ બંગલામાં કામ કરવા જતી હતી.ગઇકાલે સાંજે તેના પિતા મજૂરી કામના રૃપિયા લેવા રોકાયા હતા.અને તેની માતા જલદી ઘરે આવી હતી.માતાએ ઘરે આવીને જોતા તેમનો પુત્ર લટકતો હતો.માતાએ પોલીસને જાણ કરતા પોલીસે આવીને પોલીસે ઘટનાસ્થળે આવીને તપાસ હાથ ધરી હતી.પોલીસને કોઇ અંતિમચિઠ્ઠી મળી આવી નહતી.
આ પણ વાંચો :લીંબડીમાં એક તરફ લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું અને બીજી બાજુ હજારો લીટર પાણીનો વેડફાટ
જે બાદ પુત્રનો મોબાઈલ ચેક કરતાં તેણે બનાવેલો વીડિયો મળ્યો હતો. જેમાં તે જીને કે લિયે સોચા ભી નહીં, દર્દ સવારને હોંગે… ગીત ગાઈ રહ્યો છે. વીડિયોમાં પંખા પર કપડું લટકાવેલું દેખાઈ રહ્યું છે. પોલીસની પૂછતાછમાં પરિવારે જણાવ્યું કે, કિશોર ધો. 8 સુધી ભણેલો હતો અને મોબાઈલમાં રચ્યો પચ્યો રહેતો હતો.
આ પણ વાંચો :ધ્રાંગધ્રામાં મિત્રની બહેનનાં લગ્નમાં હાજરી આપવા નીકળેલા પાંચ પૈકી બે મિત્રોનું કમકમાટીભર્યુ મોત
