કાર્યવાહી/ ગોધરા ખાણ ખનીજ કચેરીએ એક ક્વોરી એસો.ના અગ્રણીની રોયલ્ટી પાસ વગરની ટ્રક ઝડપી પાડતા ચકચાર મચી…!!!

  @ મોહસીન દાલ , પંચમહાલ  ગોધરા ખાણ ખનીજ કચેરીએ એક ક્વોરી એસો.ના અગ્રણીની રોયલ્ટી પાસ વગરની ટ્રક ઝડપી પાડતા ચકચાર મચી…!!!   ગોધરા ખાણ ખનીજ કચેરીના ક્ષેત્રીય ટીમની ખનન માફિયાઓ સામેની કામગીરીઓમાં ખુદ ખનીજ ચોરીઓ સામે હમેંશા ખાણ ખનીજ કચેરીઓમાં સત્તાધીશો સામે રજૂઆતો કરનાર ક્વોરી એસોસિએશનના એક અગ્રણીની ક્વોરીમાંથી બ્લેક ટ્રેપ ભરીને રોયલ્ટી વગર […]

Gujarat

 

@ મોહસીન દાલ , પંચમહાલ 

ગોધરા ખાણ ખનીજ કચેરીએ એક ક્વોરી એસો.ના અગ્રણીની રોયલ્ટી પાસ વગરની ટ્રક ઝડપી પાડતા ચકચાર મચી…!!!

 

ગોધરા ખાણ ખનીજ કચેરીના ક્ષેત્રીય ટીમની ખનન માફિયાઓ સામેની કામગીરીઓમાં ખુદ ખનીજ ચોરીઓ સામે હમેંશા ખાણ ખનીજ કચેરીઓમાં સત્તાધીશો સામે રજૂઆતો કરનાર ક્વોરી એસોસિએશનના એક અગ્રણીની ક્વોરીમાંથી બ્લેક ટ્રેપ ભરીને રોયલ્ટી વગર રવાના કરવામાં આવેલ ઓવરલોડ ટ્રક સમેત અન્ય બે ટ્રકોને પણ રોયલ્ટી પાસ વગર ઝડપી પાડતા ક્વોરી ઉદ્યોગના સંચાલકોમાં ભારે ગંભીર આશ્ચર્ય પ્રસરી જવા પામ્યું છે.

ગોધરા ખાણ ખનીજ કચેરીના આ સપાટામાં ક્વોરી એસોસિએશનના જે અગ્રણીની ક્વોરીમાંથી રોયલ્ટી પાસ વગર રવાના કરવામાં આવેલ બ્લેક ટ્રેપની ટ્રક સકંજામાં આવી ગઈ આ બહુચર્ચિત ઘટનામાં ચર્ચાઓ એવી છે કે આ બ્લેક ટ્રેપનો જથ્થો રેલ્વે તંત્રને સપ્લાય કરવામાં આવતો હતો આ સ્થળો ઉપર પણ ખાણ ખનીજ કચેરીઓના સત્તાધીશોએ સ્થળ તપાસો હાથ ધરીને આ બ્લેક ટ્રેપના જથ્થા સામે રોયલ્ટી પાસો આપવામાં આવી છે કે કેમ? આ તપાસો શરૂ કરવાનો મૂડ આક્રમક એટલા માટે બન્યો છે કે ખાણ ખનીજ કચેરીઓના સત્તાધીશો સામે હમેંશા ખનન માફિયાઓ સામે આક્ષેપો ઉભા કરીને વહીવટી તંત્રમાં પ્રભાવ ઉભો કરવાના પ્રયત્નોની રજૂઆતો કરનાર આ ક્વોરી એસોસિએશનના અગ્રણી દ્વારા ભૂતકાળમાં રેલ્વે તંત્રને જે કરોડો રૂપિયાનો બ્લેક ટ્રેપનો જથ્થો સપ્લાય કર્યો હતો આ રોયલ્ટી પાસો સાથેનો હતો કે રોયલ્ટી પાસો વગરનો હતો આ દિશામાં પણ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.!!