મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચીફ આનંદ મહિન્દ્રાએ બુધવારે ધ વોલેટ એક્સપરીમેન્ટ ની વિગતો શેર કરી હતી. શહેરની પ્રમાણિકતા ચકાસવા માટે કરવામાં આવેલા આ સોશિયલ પરીક્ષણમાં દેશની આર્થિક રાજધાની મુંબઈ વિશ્વનું બીજું સૌથી પ્રમાણિક શહેર બની ગયું છે.
શું છે The Wallet Experiment’
રીડર્સ ડાયજેસ્ટ એ જાણવા માંગતા હતા કે વિશ્વમાં કયું શહેર કેટલું પ્રમાણિક છે. તે સંદર્ભે ધ વોલેટ એક્સપરીમેન્ટ હાથ ધર્યો. આ સોશિયલ પરિક્ષણ હેઠળ, રીડર્સ ડાયજેસ્ટે જાણી જોઈને વિશ્વના 16 મોટા શહેરોમાં કુલ 192 પાકીટ ગુમાવ્યા હતા આ રીતે, લગભગ દરેક શહેરમાં 12 પાકીટ ખોવાઇ ગયા હતા.
પાકિટમાં 50 ડોલર મૂકવામાં આવ્યા હતા
આ તમામ પાકીટમાં એક વ્યક્તિનું નામ, સરનામું, ફોન નંબર, પરિવારનો ફોટો, કુપન અને બિઝનેસ કાર્ડ રાખવામાં આવ્યા હતા. આ સાથે, સ્થાનિક ચલણ અનુસાર $ 50 (આશરે 3,600 રૂપિયા) ની રકમ પણ રાખવામાં આવી હતી અને આ શહેરમાંથી કેટલા પાકિટ પરત આવ્યા તેની રાહ જોવામાં આવી હતી.
મુંબઈ બીજું પ્રમાણિક શહેર
આ સાેશિયલ પરીક્ષણમાં 12 પૈકી 9 પાકીટ મુંબઈમાં પાછા આવ્યા અને તે વિશ્વનું બીજું સૌથી પ્રમાણિક શહેર બન્યું છે ત ફિનલેન્ડના હેલિન્સ્કી શહેરમાં 12 પૈકી 11 પાકીટ સુરક્ષિત રીતે પરત કરવામાં આવ્યા હતા અને તે વિશ્વનું સૌથી પ્રમાણિક શહેર હોવાનું જાણવા મળ્યું હતું.ન્યૂયોર્ક અને બુડાપેસ્ટમાં 12 માંથી 8 પાકીટ પાછા આવ્યા, મોસ્કો અને એમ્સ્ટરડેમમાં 7, બર્લિન અને લુબ્લજાનામાં 6, લંડન અને વર્સેલ્સમાં 5 પાકિટ પરત આવ્યા હતા.
સૂચિમાં સૈાથી નીચે આ શહેર
પોર્ટુગલના લિસ્બન શહેરમાં, 12 માંથી માત્ર એક જ પાકીટ પાછું આવ્યું. આ રીતે તે આ યાદીમાં તળિયે રહ્યો. તે જ સમયે, 12 માંથી 4 પાકીટ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં, સ્વિત્ઝરલેન્ડમાં ઝુરિચ અને રોમાનિયામાં બુકારેસ્ટ, ચેક રિપબ્લિકના પ્રાગમાં 3 અને સ્પેનના મેડ્રિડમાં 2 પરત આવ્યા હતા.
આનંદ મહિન્દ્રાનું ટ્વીટ
આ માહિતી શેર કરતા આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કર્યું કે તેમના માટે આ આશ્ચર્યજનક નથી. આ પરિણામ તેમને સંતોષ થયો છે . અને જો મુંબઈના લોકોને સંબંધિત શહેરોના લોકોની આવક સાથે સરખાવવામાં આવે તો તે વધુ આદરણીય છે.
Not surprised, but certainly very gratified to see the results of this experiment. And if you factor in the relative levels of income in each country, Mumbai’s outcome is even more impressive! https://t.co/uUdmhro7xC
— anand mahindra (@anandmahindra) September 15, 2021
