ગુજરાત આમતો ધીમે ધીમે વિક્સતું જોવા મળી રહ્યું છે. ગુજરાતએમએ એએનઇકે જગ્યાએ બ્રિજો, સિક્સ લેન રસ્તાઓ બનતા જોવા મળી રહયા છે. ત્યારે હાલમાંરાજકોટ- અમદાવાદ સિક્સ લેન હાઇવેની કામગીરી હાલ ચાલી રહી છે. જેમાં રાજકોટથી બામણબોર સુધીના હાઈવેમાં 5 ફ્લાય ઓવર અને 2 અન્ડર પાસ તથા એક ટોલ પ્લાઝા બનાવવામાં આવી રહયા છે.આ કામગીરીને વેગ આપવા માટે તંત્ર દ્વારા મથામણ ચાલી રહી છે.
રાજકોટ- અમદાવાદ હાઇવેને રૂ. 3488 કરોડના ખર્ચે સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે. આ કામ ઘણા લાંબા સમયથી ધીમી ગતિએ ચાલી રહ્યું હોય તંત્રએ કામને વેગ અપાવવા મથામણ શરૂ કરી છે. અગાઉ કોરોનાકાળને લીધે આ કામમાં બ્રેક લાગી હતી. તદ્દઉપરાંત એજન્સીની કામગીરી પણ ગોકળગતિએ ચાલતી હોય અધિકારીઓ દ્વારા ભૂતકાળમાં સરકારને રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આ કામગીરીને ફરી ઝડપી બનાવવા તંત્રએ કવાયત હાથ ધરી છે.
આ પણ વાંચો:National / CDS બિપિન રાવતના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સનો અકસ્માત, અનેક પોલીસકર્મીઓ ઘાયલ
રાજકોટ શહેરથી બામણબોર સુધીના 28. 7 કિમીના સિક્સ લેન રોડના કામગીરી જિલ્લા કલેકટર અરુણ મહેશબાબુના નિરીક્ષણ હેઠળ થઈ રહી છે. આ માટે ગઈકાલે મંત્રી પૂર્વેશ મોદીએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ હાથ ધરી હતી.રાજકોટ શહેરથી બામણબોર સુધીના 28.7 કિમિના સિક્સ લેન હાઇવેમાં 5 ઓવર બ્રિજ અને 2 અન્ડર પાસ પણ બનાવવામાં આવશે. આ સાથે એક ટોલ પલઝાનું પણ નિર્માણ કરવામાં આવશે. આ કામ ઝડપથી પૂર્ણ થાય તેવા તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાનો મુદ્દો થોડા સમય પૂર્વે જ ઉઠ્યો હતો. આ કામગીરી અગાઉ ડીસેમ્બરમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો પણ કામમાં વિલંબ થતા હવે કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક મે 2022 સુધીનો રાખવામાં આવ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
આ પણ વાંચો :શિવસેનાના / સંજ્ય રાઉતે PM મોદી પાસે માંગ્યો જવાબ, હેલિકોપ્ટર દુર્ઘટના મામલે લોકોના મનમાં શંકા છે!
