આગ/ સુરતમાં ગેસલાઈનમાં ભંગાણ થતા લાગી આગ, બે મહિલાઓ દાઝી

સુરતના વેડરોડ વિસ્તારમાં ગેસલાઈનમાં ભંગાણ થતા આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જેમાં રસ્તા પર જતી બે મહિલાઓ દાઝી છે.

Gujarat Surat
સુરતમાં
  • સુરતમાં ગેસલાઈનમાં ભંગાણ થતા આગ
  • વેડરોડ વિસ્તારની ઘટના આવી સામે
  • રસ્તા પર જતી બે મહિલાઓ દાઝી
  • સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ
  • આગ લાગતા અફરાતફરીનો માહોલ
  • આગના કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો

સુરતમાં એક પછી એક આગ લાગવાનો સિલસિલો યથવાત જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં ફરી એકવાર આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. સુરતના વેડરોડ વિસ્તારમાં ગેસલાઈનમાં ભંગાણ થતા આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જેમાં રસ્તા પર જતી બે મહિલાઓ દાઝી છે. આ બે મહિલાઓને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જે બાદ આગ લાગવાના કારણે  રસ્સો બંધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : જમાઈએ રૂપિયા નહીં આપતા માતા-પિતાએ દીકરી સાથે કર્યું એવું કે…

મહત્વનું છે કે, સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી પીટી સાયન્સ કોલેજની કેમેસ્ટ્રી લેબમાં 17 ડિસેમ્બરની મધરાતે અચાનક આગ ફાટી નીકળતા આખી લેબ બળીને ખાક થઈ ગઈ હતી. લેબમાં લાગેલી આગની જાણ થતાં સિક્યુરિટીએ ફાયર બ્રિગેડને જાણ કરતા બે કલાકની જહેમતે બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. લેબમાં જ્વલનશીલ કેમિકલ સહિતના પ્રવાહી હોવાથી આગ ઉગ્ર બની હોય તેવું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતુ.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે,ઘટના લગભગ મધરાતનાની હતી. કોલ મળ્યા બાદ ફાયરની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. જોકે આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું ન હતું.આગમાં ફર્નિચર, કોમ્પ્યુટર ટેબલ, પ્રિન્ટર રૂમ સહિત બધું જ બળીને ખાક થઈ ગયું હતું. લેબમાં જ્વલનશીલ પ્રવાહી અને લાકડાનું ફર્નિચર હોવાને કારણે આગ ઉગ્ર બની હોય એમ કહી શકાય છે.

આ પણ વાંચો :વડોદરામાં ઓમિક્રોનની એન્ટ્રી, નોંધાયા બે પોઝીટીવ કેસ

શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય એ વાતને નકારી શકાય નહિ.સિક્યુરિટી ગાર્ડએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે, નાઈટ ડ્યૂટીમાં રાઉન્ડ મારતા હતા. અચાનક પહેલા માળે એક રૂમમાંથી આગ બહાર નીકળતા જોઈ સુપર વાઇઝરને જાણ કરતા ભાગદોડ મચી ગઇ હતી. ફાયર અને ઇજનેરને જાણ કરતા તમામ દોડી આવ્યા હતા.

આ પણ વાંચો :UP માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે SP નેતાઓનાં ઘર અને ઓફિસ પર IT નાં દરોડા

આ પણ વાંચો :વાવડી ગ્રામ પંચાયત ચૂંટણીનો જંગ વિધાનસભાનાં જંગમાં ફેરવાઈ ગયો હોવાનો રાજકીય માહૌલ..!!

આ પણ વાંચો :ઝાંબીયા-ઇસ્ટ આફ્રિકાથી આવેલા 2 મુસાફરોનો ઓમિક્રોન વેરીયન્ટ પોઝીટીવ