- જન્મદિવસની ઉજવણીમાં કોરોનાના નિયમોનો ભંગ
- ધારાસભ્ય લલિત વસોયાનો ગઈકાલે હતો જન્મદિવસ
- જન્મદિવસની ઉજવણીમાં કોરોના ગાઈડલાઇનના ઉલારિયા
- ઉપલેટા સર્કિટ હાઉસ પર ઉજવણીમાં એકઠા થયા હતા
- કેટલાક લોકો ઉજવણીમાં માસ્ક વગર જોવા મળ્યાં
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે રાજ્યમાં કોરોનાની ગાઈડલાઇન પણ જાહેર કરવામાં આવી છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે આ ગાઈડલાઇન માત્ર સામાન્ય જનતા માટે જ છે. કેમ કે રાજ્યના નેતાઓ તો કોરોના ગાઈડલાઇનનું પાલન જ નથી કરી રહ્યા. એક પછી એક રાજ્યના નેતાઓ કોરોના નિયમોનો ભંગ કરતાં જોવા મળી રહ્યા છે. ત્યાં આ કડીમાં વધુ એક ધારાસભ્યનું નામ જોડાયું છે. ધોરાજીના ધારસભ્યે સંપૂર્ણ રીતે ગાઈડલાઈનનો ભંગ કર્યો તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાના જન્મ દિવસની ઉજવણીનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ પણ વાંચો :થરાદ-ધાનેરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 2 બાળકો સહિત પાંચના કરૂણ મોત
થોડા દિવસ પહેલા જ ધારાસભ્ય લલીત વસોયાએ લોકોને નિયમો પાળવા લોકોને સલાહ આપી હતી. અને હવે પોતે જ તમામ નિયમોના છડેચોક ઉલ્લંઘન કરતાં નજરે પડ્યા હતા. આ ઘટનાથી લોકોમાં રોષ છે તો સામે સમર્થકો તેને યોગ્ય ગણાવી રહ્યા છે.

ધારાસભ્ય લલિત વસોયાના બર્થ ડેની ઉજવણી કરવા સમર્થકો તથા ચાહકો મોટી સંખ્યામાં સર્કિટ હાઉસ આવી પહોંચ્યા હતા. આ સમર્થકોની ભીડમાં માસ્ક અને સામાજિક અંતરના ધજાગરા ઊડ્યા હતા અને બર્થ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલાં જ ધારાસભ્ય લલિત વસોયાએ નિયમો પાળવા લોકોને સલાહ આપી હતી. અને હવે પોતે જ તમામ નિયમોના છડેચોક ઉલ્લંઘન કરતા નજરે પડ્યા હતા. આ ઘટનાથી લોકોમાં રોષ છે તો સામે સમર્થકો તેને યોગ્ય ગણાવી રહ્યા છે.
આ પણ વાંચો :વાસી ઉત્તરાયણે આમ આદમી પાર્ટીનો પતંગ કપાયો, જાણીતા ગાયક વિજય સુવાળાની આપને અલવિદા
કોરોનાની મહામરી વચ્ચે જન્મ દિવસની ઉજવણી કરી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા થયા હોવાનું વીડિયો દેખાઈ રહ્યું છે.જન્મદિવસની ઉજવણીમાં લલિત વસોયા સહિત કાર્યકરો માસ્ક વગર જોવા મળી રહ્યાં છે.એક તરફ ધોરાજી ઉપલેટા માં કોરોનાના કેશમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, અને બીજી તરફ ધારાસભ્ય જન્મ દિવસની ઉજવણીમાં મશગુલ જોવા મળી રહ્યાં છે.

રાજકોટ શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે, જેમાં રાજકોટ જિલ્લાના 11 તાલુકા પૈકી સૌથી વધુ કેસ ધોરાજી તાલુકામાં નોંધાઈ રહ્યા છે. રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાના 11 તાલુકામાં છેલ્લા 15 દિવસમાં, એટલે કે વર્ષ 2022ની શરૂઆતમાં જાન્યુઆરી મહિનાના 15 દિવસની અંદર કુલ 877 કેસ નોંધાયા છે, જે પૈકી 250 કેસ એક માત્ર ધોરાજી તાલુકામાં નોંધાયા છે.હાલ ધોરાજીમાં 29 જેટલું વેક્સિનેશન થયું છે તેની સામે કોરોનાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. છતાં ધોરાજીના જ ચૂંટાયેલા ધારાસભ્યો જનતાની ચિંતા કરવા બદલે કેક કાપી નિયમ ભંગ કરી પોતાના જન્મદિવસની ઉજવણીમાં વ્યસ્ત છે.
ગુજરાતમાં કોરોનાના કુલ 9,16,090 કેસમાંથી 10,151 ના મૃત્યુ થયા છે જ્યારે 8,46,375 વ્યક્તિ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. રાજ્યમાં હાલ કુલ 59,564 એક્ટિવ કેસ છે. ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ વર્ષ 2020માં 19 માર્ચે નોંધાયો હતો. કોરોનાના પ્રથમ 1 લાખ કેસ 10 મહિના બાદ એટલે કે 3 સપ્ટેમ્બર 2020માં પૂરા થયા હતા. 2 લાખ કેસ પૂરા થવામાં 82 દિવસનો, 3 લાખ કેસમાં 137 દિવસનો, 4 લાખ કેસ થવામાં 21 દિવસનો, 5 લાખ કેસ થવામાં માત્ર 10 દિવસનો, 6 લાખ કેસ થવામાં 6 દિવસનો, 7 લાખ કેસ થવામાં 8 દિવસનો જ્યારે 8 લાખ કેસ થવામાં 16 દિવસનો સમય થયો હતો.
આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9177 કેસ નોંધાયા, જ્યારે કોરોનાથી 7 દર્દીઓનાં મોત થયા
આ પણ વાંચો :છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશ સરહદી વિસ્તારોમાં ભારે આસ્થાભેર બાબા ઈંદ ની ઠેર ઠેર ઉજવણી
આ પણ વાંચો :સુરેન્દ્રનગર જિલ્લાના રૂપાવટી ગામે જૂથ અથડામણમાં 3 મહિલાઓને ગંભીર ઇજા થઈ
