Not Set/ સુરેન્દ્રનગરના લીંબડીમાં કોરોનાગ્રસ્ત વિવિધ વિસ્તારોને કન્ટેનમેન્ટ એરીયા જાહેર કરવામાં આવ્યા

ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશના કેટલાક વિસ્તારોમાં તપાસ દરમિયાન કોવિડ-19ના કેસો મળી રહ્યા છે.

Gujarat

ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશના કેટલાક વિસ્તારોમાં તપાસ દરમિયાન કોવિડ-19ના કેસો મળી રહ્યા છે. તેની અસરોને નિયંત્રિત કરવા માટે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ કોવિડ-19 ફેલાવો અટકાવવા માટેની માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવે છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં કોરોના વાયરસ કોવિડ-19ના 10 પોઝીટીવ કેસ આવતા વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા લીંબડી સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટ એચ.એમ.સોલંકીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.

આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે કોવિડ-19ના 10 પોઝીટીવ કેસ જ્યાં મળી આવ્યા છે. તે લીંબડીમાં આવેલા અલ્કાપુરીના 5 ઘરોની 24ની વસ્તીના, બી.એ. કન્યા વિદ્યાલય પાસેના 5 ઘરોની 24ની વસ્તીના, સતવારા ભોજનશાળાની બાજુમાં 5 ઘરોની 31ની વસ્તીના, ભટ્ટ શેરીના 6 ઘરોની 16ની વસ્તીના, કૃષ્ણનગર સોસાયટીના 5 ઘરોની 30ની વસ્તીના, વોરા સોસાયટી રેલવે સ્ટેશન રોડના 5 ઘરોની 15ની વસ્તીના, મેલડી માતાના મંદિર પાસે અવધપુરીના 5 ઘરોની 22ની વસ્તીના, વિદ્યાનગર સોસાયટીના 5 ઘરોની 28ની વસ્તીના, નંદીગ્રામ સોસાયટીના 4 ઘરોની 20ની વસ્તીના અને વોરા વાડ મહાલક્ષ્મી મંદિરના 5 ઘરોની 22ની વસ્તીના સમગ્ર વિસ્તારને ‘COVID-19 Containment Area’ તરીકે જાહેર કરવામાં આવે છે. તથા આ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિઓના સમૂહનો આ ક્ષેત્રમાં જમાવડો કે ભેગા થવા પર પ્રતિબંધ રહેશે. કોઈપણ વ્યક્તિએ ભીડ એકઠી કરવાની નહીં કે પોતે ભીડનો ભાગ બનવાનું રહેશે કે તેઓ પોતાના ઘરની બહાર નિકળશે નહીં. આ વિસ્તારમાંથી કોઈપણ પ્રકારનું રોકાણ કર્યા સિવાય સીધે સીધા વાહનો આવશ્યક અને આકસ્મિક પ્રસંગોએ પસાર થઈ શકશે નહીં. આ ‘Micro Containment’ વિસ્તારની તમામ દુકાનો, કાર્યાલય, ફેક્ટરી, ગોદામ, લારી-ગલ્લા, પથરણા, ફેરિયાઓની તમામ ગતિવિધિઓ તાત્કાલિક અસરથી બંધ કરવાની રહેશે.

આ ઉપરાંત લીંબડીના ઉકત જાહેર કરવામાં આવેલા ‘Containment Area’ ઉપરાંત લીંબડીમાં આવેલી અલ્કાપુરીના 34 ઘરોની 59ની વસ્તીના, બી.એ. કન્યા વિદ્યાલય પાસેના 26 ઘરોની 110ની વસ્તીના, સતવારા ભોજનશાળાની બાજુમાં 31 ઘરોની 156ની વસ્તીના, ભટ્ટ શેરીના 24 ઘરોની 61ની વસ્તીના, કૃષ્ણનગર સોસાયટીના 32 ઘરોની 139ની વસ્તીના, વોરા સોસાયટી રેલવે સ્ટેશન રોડના 22 ઘરોની 100ની વસ્તીના, મેલડી માતાના મંદિર પાસે અવધપુરીના 18 ઘરોની 132ની વસ્તીના, વિદ્યાનગર સોસાયટીના 20 ઘરોની 122ની વસ્તીના, નંદીગ્રામ સોસાયટીના 30 ઘરોની 120ની વસ્તીના અને વોરા વાડ મહાલક્ષ્મી મંદિરના 35 ઘરોની 135ની વસ્તીના સમગ્ર વિસ્તારને ‘CORE AREA-BUFFER ZONE’ તરીકે જાહેર કરવામાં આવે છે. આ હુકમની અમલવારી તા.18/1/2022 સુધી કરવાની રહેશે.