વડોદરા/ ગોત્રી હોસ્પિટલના AC ત્રણ દિવસથી બંધ, ઓપરેશન કરવાં પડ્યાં રદ્દ

જે સરકારી ગોત્રી હોસ્પિટલમાં રોજના 40 થી વધુ દર્દીઓના ઓપરેશન કરવામાં આવતા હતા તે જ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીના કારણે છેલ્લા ત્રણ દિવસથી દર્દીઓ અને તેમના પરિવારજનો ડૉક્ટરને ઓપરેશન કરાવા માટે આજીજી કરી રહ્યા છે

Gujarat Vadodara
ઓપરેશન

જીએમઆઈઆરએસ સંચાલિત સરકારી ગોત્રી હોસ્પિટલમાં 10 ઓપરેશન થિયેટર કાર્યરત છે જેમાં ઓર્થોપેડિક,ઇએનટી,ગાયનેક જેવા અન્ય વિભાગ પણ આવેલા છે આ ઓપરેશન થિયેટર્સમાં રોજના 40થી વધુ દર્દીઓના ઓપરેશન થાય છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી તંત્રની બેદરકારીના કારણે તમામ ઓપરેશન રદ કરવાની ફરજ પડી રહી છે અને દર્દી અને તેમના પરિવારજનો ને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ગોત્રી હોસ્પિટલમાં ત્રણ દિવસ અગાઉ એરકન્ડીશન પ્લાન્ટ ના કોમ્પ્રેશરમાં ખામી સર્જાતા એરકન્ડીશન પ્લાન્ટ ખોટવાઈ પડયો હતો અને એરકન્ડીશનની સુવિધા વગર ઓપરેશન કરવું શક્ય ના હોવાથી હોસ્પિટલ માં થતા ઓપરેશન રદ કરવાની ફરજ પડી હતી અને જે દર્દીઓને ઓપરેશનની તાત્કાલિક જરૂરિયાત હોય તેવા દર્દીઓને સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે અને ડોક્ટર દ્ધારા પ્લાન સર્જરી ને પણ રદ કરી દર્દીને ઓપરેશન નવી તારીખ આપવામાં આવશે તેવી હૈયાધારણ આપવામાં આવી રહી છે.

ગોત્રી હોસ્પિટલમાં અત્યંત આધુનિક એરકન્ડીશન પ્લાન્ટ મુકવામાં આવ્યો છે કોરોના મહામારી સમયે આ પ્લાન્ટ ખોટકાય નહિ તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી વિદેશ ની કંપની સાથેના સમારકામનો કોન્ટ્રાકટ સમયસર રીન્યુ થવામાં અડચણો ઉભી થઇ હતી જેના પગલે સમારકામ અન્ય કંપની ને સોંપવા ઉપર વિચારણા થયા બાદ આ એરકન્ડીશન પ્લાન્ટનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું જોકે પ્રાપ્ત માહિતી મુજબ એરકન્ડીશન પ્લાન્ટને ફરી કાર્યરત કરવા માટે ગાંધીનગર ખાતે થી જરૂરી પરવાનગી મેળવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જરૂરી પરવાની મળી ગઈ હતી જેના પગલે એરકન્ડીશન પ્લાન્ટનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે અને આવતીકાલ સુધી સમારકામની કાર્યવાહી પૂર્ણ કરી ગોત્રી હોસ્પિટલ માં ઓપરેશન ફરીથી શરૂ થાય તેવી આશા સેવાઈ રહી છે.

આ પણ વાંચો:ઝઘડિયામાં રહેશે અજવાળું : 66 KVના સબ સ્ટેશનનું અંતે કરાયું લોકાર્પણ

આ પણ વાંચો:8 લાખ લેવા જતા 3,75 લાખનો ચૂનો લાગ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

આ પણ વાંચો: દુનિયામાં કંઈ પણ અશક્ય નથી, ડાંગના 60 વર્ષના ગંગાભાઈએ એકલા હાથે 32 ફૂટ કૂવો ખોદ્યો, 5 વખત થયા હતા નિષ્ફળ