આતે કેવો વિકાસ/ નવસારીમાં નેશનલ હાઇવે નંબર 56 નો એક ભાગ બેસી જતા વાહન વ્યવહાર પ્રભાવિત, બે લોકો ઈજાગ્રસ્ત

આતે કેવો વિકાસ મુશળધાર વરસાદમાં કરોડના મજબૂત ગણાતા માર્ગોમાં ખાડારૂપી ભ્રષ્ટાચાર ખદબદી રહયા છે જેના દર્શન શહેરના ગામના લોકો કરી રહ્યા છે..હા આ વિકાસમાં કદાચ હલકી ગુણવત્તા કે પછી બીજું કંઈ.

Gujarat Others
નેશનલ હાઇવે

નવસારીના વાસંદામાં આવેલ નેશનલ હાઈવે નંબર 56નો એક ભાગ બેસી જતા વાહન વ્યવ્હાર પ્રભાવિત થયો હતો. ઘટનામાં બે લોકોને ઈજા પણ પહોંચી હતી.મહત્વનું છે કે કરોડોના ખર્ચે તૈયાર થયેલા આ રોડમાં ભષ્ટ્રાચાર છતો થયો છે.નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે.કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે કામગીરી ન કરાતા હોવાના આક્ષેપો સ્થાનિક દ્વારા કરવામાં આવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રાફિકને ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વાંસદા તાલુકામાં આવેલ નેશનલ હાઇવે નંબર 56 પર વહેલી સવારે વાડીચોંઢા ગામ નજીક નેશનલ હાઇવે નંબર 56 નો એક ભાગ બેસી જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે હાઇવે પરથી વહેલી સવારે પસાર થતાં બે લોકોને પણ ગંભીર રીતે ઈજા પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જેમાં એક ની હાલત વધુ ખરાબ થતા સુરત અર્થે ખસેડવામાં આવ્યો છે  વાડીચોંઢા ગામ નજીક આ બનાવ બનતા ગામના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.

હાઇવે ઉપર મોટા પ્રમાણમાં ધોવાણ થતાં  નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે કામગીરી ન કરાતા હોવાના આક્ષેપો સ્થાનિક દ્વારા કરવામાં આવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રાફિકને ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે હાલ ઘટના સ્થળ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને અન્ય કોઈ વાહનોને નુકસાન ન થાય એ માટે ચુસ્ત પોલીસ બંદો બસ પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

વાપી શામળાજી હાઇવે ઉપર હંમેશા ખાડાને લઈને વિવાદ રહ્યો છે જેમાં ધારાસભ્ય અનંત પટેલ દ્વારા અનેક આંદોલનો કરી હાઇવે ઓથોરિટીની આંખો ઉગાડવાનો પ્રયાસ કર્યો છે પરંતુ ભૂતકાળમાં બનેલા બનાવોને નજર અંદાજ કરી ફરી એકવાર હાઇવે ઓથોરિટીની ગોર બેદરકારી સામે આવી છે ત્યારે  ભ્રષ્ટાચારરૂપી ખાડા પડવાનું ક્યારે બંધ થશે એ યક્ષ પ્રશ્ન બની ગયો છે.

આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ હાઈવે પર જ્યાં સાયરસ મિસ્ત્રીની કાર ટકરાઈ એ જ જગ્યાએ આ વર્ષે 62 લોકોના મોત

આ પણ વાંચો:મહાકાલ મંદિરમાં ભક્તોએ દિલ ખોલીને કર્યું દાન, એક વર્ષમાં મળ્યા આટલા કરોડ

આ પણ વાંચો:હોસ્ટેલમાં વિધાર્થીનીએ 60થી વધુ સાથી યુવતીઓના નહાતા વીડિયો વાયરલ કરતા ભારે હોબાળો,પોલીસે વિધાર્થીનીની કરી ધરપકડ