અમદાવાદ/ 10 વર્ષનો શૌર્યજીત નેશનલ ગેમ્સમાં ચમક્યો, આ પરાક્રમ જોઈને પીએમ મોદીએ પણ કર્યા વખાણ… વીડિયો કર્યો શેર

અમદાવાદમાં ચાલી રહેલી નેશનલ ગેમ્સમાં 15 હજારથી વધુ રમતવીરો ભાગ લઈ રહ્યા છે. આ ખેલાડીઓમાં 10 વર્ષનો શૌર્યજીત પણ સામેલ છે. શૌર્યજીત મલખામ્બ જિમ્નેસ્ટિક્સ છે.

Ahmedabad Gujarat Trending
શૌર્યજીત

ગુજરાતના દસ વર્ષના શૌર્યજીતનું પરાક્રમ જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેના ફેન બની ગયા છે. પીએમ મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શૌર્યજીતનો વીડિયો શેર કર્યો છે. અમદાવાદમાં ચાલી રહેલી નેશનલ ગેમ્સમાં 15 હજારથી વધુ રમતવીરો ભાગ લઈ રહ્યા છે. આ ખેલાડીઓમાં 10 વર્ષનો શૌર્યજીત પણ સામેલ છે. શૌર્યજીત મલખામ્બ જિમ્નેસ્ટિક્સ છે. નેશનલ ગેમ્સમાં જિમ્નાસ્ટ શૌર્યજીત એવા પરાક્રમ બતાવી રહ્યો છે જે મોટી ઉંમરના ખેલાડીઓ માટે મુશ્કેલ હશે.

શુક્રવારે જ્યારે શૌર્યજીત નેશનલ ગેમ્સમાં મલખામ્બમાં પોતાનું કૌશલ્ય બતાવી રહ્યો હતો ત્યારે તેના ચહેરા પર મીઠી સ્મિત હતી. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે શૌર્યજીતની સ્મિત પાછળ દર્દ હતું જેને તેણે પોતાની તાકાત બનાવી. હકીકતમાં, 30 સપ્ટેમ્બરે શૌર્યજીતના પિતાનું નિધન થયું હતું. તે સમયે શૌર્યજીત નેશનલ ગેમ્સની તૈયારી કરી રહ્યો હતો. શૌર્યજીત પાસે ફક્ત બે જ વિકલ્પ હતા કાં તો આ ગેમ્સમાં ભાગ લેવો અથવા તો ખસી જવું.

પિતાની વિદાયના દુઃખમાં શૌર્યજીતને તેની માતા અને કોચ દ્વારા પ્રોત્સાહન મળ્યું. તેણે શૌર્યને રમતોમાં ભાગ લેવા કહ્યું કારણ કે તેના પિતાનું સ્વપ્ન હતું કે તેનો પુત્ર તેમાં ભાગ લે. આ પછી શૌર્યજીતે આ ગેમ્સમાં ભાગ લેવાનું નક્કી કર્યું અને પોતાના કૌશલ્યથી બધાના દિલ જીતી લીધા. શૌર્યજીત ગુજરાતનો રહેવાસી છે. વીડિયોમાં શૌર્યજીત લાકડાના થાંભલા પર જિમ્નેસ્ટિક્સ અને કુસ્તી પોઝ આપી રહ્યો છે.

શૌર્યજીત વડોદરાના મરાઠી પરિવારમાંથી આવે છે. તે ભવન્સ સ્કૂલમાં ધોરણ 5 માં અભ્યાસ કરે છે. તેના પિતા કેબલ ઓપરેટરનુ કામ કરતા હતા, અને અઠવાડિયા પહેલા જ તેમનું નિધન થયુ હતું. શૌર્યજીત છેલ્લા 6 વર્ષથી મલખમની પ્રેક્ટિસ કરે છે. પિતાના નિધનથી નાનકડો શૌર્યજીત માનસિક રીતે તૂટી ગયો હતો. માતા સુનિતા ખરે અને કોચ જીત સપકાળની હિંમતથી તે નેશનલ ગેમ્સમાં મેદાનમાં ઉતર્યો હતો.

પીએમ મોદીએ તાજેતરમાં તેમની બે દિવસીય ગુજરાત મુલાકાતે 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ રાષ્ટ્રીય રમતોમાં ભાગ લેવા આવેલા દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લગભગ 15,000 ખેલાડીઓને પણ સંબોધિત કર્યા અને તેમને શુભેચ્છા પાઠવી.

આ પણ વાંચો:ગરબાડા તાલુકાની માધ્યમિક શાળામાં ચોરી

આ પણ વાંચો:કામરેજ નકલી ચલણી નોટ કેસમાં મોટો ખુલાસો : અત્યાર સુધીમાં કુલ 334 કરોડની નકલી નોટ કરાઈ કબ્જે

આ પણ વાંચો: કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર જીવલેણ હુમલા મામલે રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર