અકસ્માત/ પંચમહાલમાં કાર કૂવામાં ખાબકતા બે લોકોના મોત,એકની શોધખોળ હાથ ધરાઇ

પંચમહાલના મોરવા હડફના દેલોચ ગામ પાસે એક કાર ઓવર સ્પીડ આવતા પાણી ભરેવા કૂવામાં કાર ખાબકી હતી અને આ કારમાં 3 લોકો સવાર હતા જેમાથી બે લોકોના મોત નિપજયા હતા

Top Stories Gujarat
  • પંચમહાલમાં કાર પાણી ભરેલા કૂવામાં ખાબકી
  • ઘટનામાં બેનાં મોત,એકની શોધખોળ કરાઇ
  • મોરવા હડફના દેલોચ ગામ પાસેની ઘટના
  • ચાલક સહિત 3 વ્યક્તિઓ ગાડીમાં હતા સવાર
  • કૂવામાં પાણી ખાલી કરી બચાવ કામગીરી કરાઈ
  • ગોધરા, સંતરામપુર પાલિકાની ફાયરની ટીમ જોડાઈ
  • મંત્રી નિમિષાબેન સુથારે ઘટનાસ્થળે લીધી મુલાકાત

ગુજરાતના પંચમહાલ જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પંચમહાલમાં એક કાર પાણી ભરેલા કૂવામાં ખાબકતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો, આ ઘટના ઘટતા આજુબાજુના રહિશો મદદ માટે દોડી આવ્યા હતા અને સત્વરે પોલીસ અને ફાયરને જાણ કરી હતી.ફાયર વિભાગની ટીમન ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે.કૂવામાંથી બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને એકની શોધખોળ હાલ ચાલું છે.

ઉલ્લેખનીય છે કે પંચમહાલના મોરવા હડફના દેલોચ ગામ પાસે એક કાર ઓવર સ્પીડ આવતા પાણી ભરેવા કૂવામાં કાર ખાબકી હતી અને આ કારમાં 3 લોકો સવાર હતા જેમાથી બે લોકોના મોત નિપજયા હતા.ગોધરા અને સંતરામપુર પાલિકાની ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી . આ  અકસ્માત થતા મંત્રી નિમિષાબેન સુથારે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.