તાપીના સોનગઢ તાલુકાના ચોરવાડ ખાતે આવેલી પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત હાલતમાં જોવા મળ્યા હતા.20 વર્ષ પહેલા બનેલી આ શાળાના ઓરડા જર્જરિત થઈ જતા. પ્રાથમિક શાળા દ્વારા સરકારને ઓરડા બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી.અને તે મંજૂર પણ થઈ ગઈ હતી. હવે શાળાના આચાર્યુંનું કહેવું છે કે હવે શાળામાં ઓરડા બને તેની તાતી જરૂરીયાત છે.કારણે અહીં અભ્યાસ માટે આવતા ત્રણ ધોરણોના બાળકોના ભવિષ્ય પર તેની અસર પડે છે.કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે નવીનીકરણની જરૂરી છે.જોકે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા ક્યારે આ અંગે કાર્યવાહી કરવામાં આવશે.
સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચે છે, નવી નવી શાળાઓ કોલેજો બનાવવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં હજી પણ પ્રાથમિક શાળાઓની સ્થિતિ જોઈએ એટલી સુધરી નથી.આશ્રમ શાળાઓ અને ગામડાની પ્રાથમિક શાળાઓમાં અનેક ઓરડાઓ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે, ત્યારે સોનગઢ તાલુકાના ચોરવાડ ગામે આવેલ પ્રાથમિક શાળાની મુલાકાત લેતા જાણવા મળ્યું કે આશરે 20 એક વર્ષ પહેલા બનાવવામાં આવેલા શાળાના ઓરડાઓની હાલત જર્જરિત થઈ જતા, ગામના એક દાતાએ બનાવી આપેલા શેડ નીચે હાલ ત્રણેક ધોરણના બાળકોને એક સાથે બેસાડીને ભણાવવામાં આવી રહ્યા છે. કારણ કે કુલ આઠ ઓરડાની જરૂરિયાત સામે પાંચ થી છ જ ઓરડાઓાઓ ઉપલબ્ધ છે.
જોકે આચાર્ય અને શિક્ષકોનું જણાવ્યું હતું કે, સરકારમાં રજૂઆત કરતા ઓરડાઓ મંજૂર થઈ ગયા છે જેને બનાવવાની રાહ જોવાઈ રહી છે.અહીં નજીકમાં આવેલા સ્ટોન ક્વોરી પર કરવામાં આવતા બ્લાસ્ટિંગ, અને અહીં ફૂલના બાંધકામ સમય કરવામાં આવેલ બ્લાસ્ટિગ ના કારણે, ઓરડાની હાલત બધું જર્જરી થઈ હોય એવું પણ જાણવા મળ્યું હતું, ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી ઓરડા ક્યારે નવા બનાવવામાં આવે છે તે જોવું રહ્યું??અને આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શું કહે છે તે પણ આવનાર સમયમાં જાણવું રહ્યું?
આ પણ વાંચો:ગુજરાતના એક યુવક સાથે વાત કર્યા બાદ યુવતીએ લગાવી છલાંગ, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:અમેરિકામાં મંગળ ગ્રહ જેવી સ્થિતિ લાવતો બોમ્બ સાઇક્લોન શું છે તે જાણો
આ પણ વાંચો:દીપડાએ સાત વર્ષની બાળકીનો કર્યો શિકાર
