RDX Landing Case/ જામનગર: ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સાક્ષીઓના નિવેદન લેવાયા

જામનગર પોલીસે 29 વર્ષ પહેલા નોંધાયેલા ગોસાબારા RDX Landing Case માં કોર્ટમાં હેન્ડગ્રેનેડ અને કારતૂસ રજૂ કર્યા હતા. આ કેસમાં સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા.

Top Stories Gujarat
RDX Landing Case
  • 29 વર્ષ પહેલા નોંધાયો હતો કેસ
  • જામનગર પોલીસે કોર્ટમાં હેન્ડગ્રેનેડ અને કારતુસ રજૂ કર્યા
  • હેન્ડગ્રેનેડ અને કારતૂસ રજૂ કરતા સમયે લોકોને કોર્ટ લોબીમાંથી દૂર રખાયા
  • ટાડા હેઠળ નોંધાયો હતો કેસ, સાક્ષીએ દારૂગોળો ઓળખી બતાવ્યો
  • જામનગર બી ડિવિઝનમાં કેસ નોંધાયો હતો
  • મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ કરવા માટે વિસ્ફોટકો લાવવામાં આવ્યા હતા

RDX Landing Case જામનગર પોલીસે 29 વર્ષ પહેલા નોંધાયેલા ગોસાબારા RDX Landing Case માં કોર્ટમાં હેન્ડગ્રેનેડ અને કારતૂસ રજૂ કર્યા હતા. આ કેસમાં સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા. જામનગર પોલીસે 29 વર્ષ પહેલા સુરત નજીકના વરીયાવ ગામના અવાવરુ મકાનમાંથી પકડી પાડેલા 19 હેન્ડગ્રેનેડ અને 720 નંગ કારતુસના જથ્થા અંગે ટાડા કાયદા હેઠળ નોંધાયેલા કેસમાં આજે ભરી અદાલતમાં હેન્ડગ્રેનેડો અને કારતૂસો રજૂ કરતાં પહેલા કોર્ટની લોબીમાંથી માણસો દૂર કરાયા હતા. આ કેસમાં 1993માં  બનેલા પંચ સમક્ષ સાક્ષીએ દારુગોળો  ઓળખી બતાવ્યો હતો.

આ પણ વાંચોઃ UKના સાંસદનો PM મોદીને લઈ BBC પર પક્ષપાતી રિપોર્ટિંગનો આરોપ

આમ ગોસાબારા આરડીએક્સ લેન્ડીંગ કેસની ઉંડી તપાસ બાદ નોંધાયેલા અન્ય ટાડાના કેસમાં બે પૈકીના એક સાક્ષીનું નિવેદન કૈસના ખાસ સરકારી વકીલ તુષાર ગોકાણીએ અદાલતમાં લીધા હતા. ટાડાના  1993ના આ કેસની વિગતો મુજબ મુંબઈમાં સીરીયલ બોમ્બ બ્લાસ્ટની આતંકી ઘટના બાદ દેશની સુરક્ષા એજન્સીઓએ આ આતંકી હુમલાની તપાસમાં ઝંપલાવ્યા બાદ સમગ્ર હુમલાનું કાવતરું દુબઈમાં ઘડાયું હોવાનું જણાવ્યું હતું.

આ કાવતરાના ભાગરૂપે પોરબંદર નજીકના ગોસાબારા અને અન્ય મહારાષ્ટ્રમાં અન્ય સ્થળે વિસ્ફોટક આરડીએક્સ લેન્ડીંગ કરીને તેને ટ્રાન્સપોર્ટ કરીને મુંબઈ લાવીને હુમલામાં વપરાયું હોવાનું સામે આવ્યા બાદ જામનગરના સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં 151/93 નંબરથી એફઆઈઆર નોંધાઈ હતી. તેના પછી હાથ ધરવામાં આવેલી તપાસમાં જેમ જેમ નામ ખુલતા ગયા તેમ તેમ તે તમામ આરોપીઓ સામે ગુના નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે, આ કેસ 29 વર્ષ પહેલાનો છે.

આ પણ વાંચોઃ

દેશની પ્રથમ રેપિડ ટ્રેન બુલેટની રફતારે જોવા મળશે,જાણો તેની વિશેષતા

કોંગ્રેસના નેતા જયરામ રમેશે ન્યુઝીલેન્ડના PMના રાજીનામા આપવાની જાહેરાત મામલે ભારતના રાજકારણ વિશે શું કહ્યું જાણો…

પીએમ મોદી મુંબઈને 38000 કરોડની યોજનાઓ આજે ભેટ આપશે

સાઇબેરિયામાં 21 વર્ષનો ઠંડીનો રેકોર્ડ તૂટયો, જાણો લઘુતમ તાપમાન કેટલું નોંધાયું,