ગંદકીનું સામ્રાજ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાનની વાતો કરે છે અને જ્યાં પણ જાય ત્યાં સ્વચ્છતા પર ભાર મૂકે છે ત્યારે તેમના જ ગૃહરાજ્યના શહેર અમદાવાદમાં સ્વચ્છતાની વાતો સરકારી એકમે જ વિસારે પાડી દીધી લાગે છે. ગંદકીનું સામ્રાજ્ય અમદાવાદના ગીતામંદિર ખાતે આવેલા ગુજરાત સ્ટેટ રિજનલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (જીએસઆરટીસી) બસ ડેપોમાં ગંદકીનું સામ્રાજ્ય જોઇએ તો દંગ થઈ જવાય.
આ ડેપો જોઈએ તો એમ જ લાગે કે વડાપ્રધાન મોદીના સ્વચ્છતાના ગંદકીનું સામ્રાજ્ય વિઝનને એસટી ડેપોવાળા ઘોળીને પી ગયા છે. ચોમેર ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. બસ ડેપો પર જુઓ ત્યાં ગંદકી જોવા મળી રહી છે. તેઓને એટલી પણ ખબર પડતી નથી કે આ ગંદકી રોગચાળાના આમંત્રિત કરશે. તેમા પણ આ કર્મચારીઓ આ જ ગંદકીમાં બીમાર પડી નોકરીમાં ચાલુ પગારે રજા પાડશે.
સરકારી નોકરીના લાભો મેળવવામાં અગ્રેસર ગંદકીનું સામ્રાજ્ય આ એસટી કર્મચારીઓ પછી જ્યારે સ્વચ્છતા જેવા મિશનની વાત આવે છે ત્યારે સ્વચ્છતા જાળવવામાં પાછા પડી જાય છે. એસટી ડેપોમાં દરેક સ્થળે પાનની પિચકારીઓ જોવા મળી રહી છે. એસટીમાં આવતા આ પિચકારી પુરુષોને રોકવા માટે કોઈપણ પ્રકારના પગલાં લેવાતા નથી. તેઓ મન ફાવે ત્યાં પિચકારી મારે છે. લોકશાહી છે ને મન ફાવે તે કરો.
આ ઉપરાંત એસટીના ડેપોમાં લિફ્ટ બંધ હાલતમાં છે. કોઈ સગવડ બનાવી દેવામાં આવે પછી તેની જાળવણી કરવા માટે કેવું ધ્યાન અપાય છે તેનું આ ઉદાહરણ છે. એસટી ડેપોમાં આ ગંદકીથી આવતા જતાં મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેઓ ફરિયાદ કરે ત્યારે એક જ જવાબ મળે છે હાલમાં સ્ટાફ નથી, અપૂરતો સ્ટાફ છે. નિગમને પૂરતા પ્રમાણમાં કર્મચારીઓ મળતા નથી. દરેક જણ પર ખૂબ જ ભારણ છે. હવે જો આ સ્થિતિ કાયમની રહેવાની હોય તો શું એસટી નિગમ આ જ પ્રકારની સ્થિતિમાં આવી ગંદકી સાથેનો વહીવટ ચલાવશે. શું તેઓના કુટુંબીજનો એસટીમાં મુસાફરી કરતા નથી. તેઓને એસટી મુસાફરોના આરોગ્યની જરા પણ ચિંતા નથી. હવે તો પીરાણાનો કચરાનો ડુંગર પણ ખાલી થવા લાગ્યો, પણ એસટી નિગમ ક્યારે સુધરશે તે કોઈ કહી શકતું નથી. લોકો માંગ કરી રહ્યા છે કે સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ જનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને ડેપોમાં સ્વચ્છતા રાખવામાં આવે.
વ્યાજખોરોનો આતંક/ વ્યાજખોરોના ત્રાસથી અમદાવાદમાં વધુ એક વેપારીનો આત્મહત્યાનો પ્રયાસ
Pervez Musharraf/ પરવેઝ મુશર્રફના વખાણ કર્યા બાદ ફસાયા શશિ થરૂર, સોશિયલ મીડિયા પર લોકોએ કર્યા ટ્રોલ
