india news/ ભારત સૌથી ઝડપથી વધતું અર્થતંત્ર’, અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયાથી આવ્યું PM મોદીને આમંત્રણ

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે PM Modi ની ઓસ્ટ્રેલિયા મુલાકાતની સત્તાવાર જાહેરાત કરી છે. ભારતને મહત્વનો વ્યાપારી ભાગીદાર ગણાવીને 10 લાખથી વધુ ભારતીયોના યોગદાનની પ્રશંસા કરી છે. વાંચો સંપૂર્ણ અહેવાલ.

NATIONAL Top Stories India
PM Modi

PM Modi Australia Visit 2026: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે વડાપ્રધાન (PM Modi) ની આગામી ઓસ્ટ્રેલિયા મુલાકાતની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ સાથે જ (PM Modi) ને અમેરિકાની મુલાકાત માટે પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે, જ્યારે 5 યુરોપિયન દેશોના પ્રવાસેથી પરત ફર્યા બાદ તેઓ આગામી મહિને ફ્રાન્સ પણ જશે. ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઇ કમિશનર ફિલિપ ગ્રીને પીએમ અલ્બેનીઝના ભાષણનો એક ભાગ સોશિયલ મીડિયા પર શેર કરીને (PM મોદી) નું ઓસ્ટ્રેલિયામાં સ્વાગત કરવા માટે ઉત્સુકતા વ્યક્ત કરી છે.

ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા

ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું કે, ભારત હાલમાં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે, જે આખા ક્ષેત્ર માટે અસાધારણ આર્થિક તકો લાવશે. આર્થિક સહયોગ અને મુક્ત વેપાર કરારોએ બંને દેશોના સંબંધોને વધુ મજબૂત કર્યા છે. આ સિવાય આપણે સંસ્કૃતિ, શિક્ષણ અને ક્રિકેટની આંતરરાષ્ટ્રીય ભાષા દ્વારા પણ એકબીજાની ખૂબ નજીક આવ્યા છીએ.

10 લાખથી વધુ ભારતીય ડાયસ્પોરાની પ્રશંસા(PM Modi)

પીએમ અલ્બેનીઝે પોતાની અગાઉની ભારત મુલાકાતની હૂંફાળા અનુભવોને યાદ કરતા કહ્યું કે, તેઓ બીજી વખત ઓસ્ટ્રેલિયાની ધરતી પર PM મોદીનું સ્વાગત કરવા આતુર છે. ઓસ્ટ્રેલિયામાં વસતો ભારતીય સમુદાય ત્યાંનો સૌથી ઝડપથી વિકસતો ડાયસ્પોરા છે. ઓસ્ટ્રેલિયામાં હાલ 10 લાખથી વધુ ભારતીયો વસે છે, જેમની મહેનત ઓસ્ટ્રેલિયન અર્થતંત્રને મજબૂત બનાવવામાં અને સમાજ સુધારવામાં મોટો ફાળો આપી રહી છે, જે આ મુલાકાતને ખૂબ ખાસ બનાવશે.


આ પણ વાંચો: બકરીઇદ પર પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા, ભાઈચારો વધારવાનો આપ્યો સંદેશ

આ પણ વાંચો: મક્કાના કાબા પર કેમ ઓઢાડવામાં આવે છે કાળું કાપડ? 63 કરોડના કિસ્વા પાછળનું આ છે વિજ્ઞાન

આ પણ વાંચો: કસમંડી કિલ્લા-મસ્જિદ વિવાદમાં પ્રશાસનનો મોટો નિર્ણય, બકરીઈદ પર નમાઝ અદા કરવા પર પ્રતિબંધ