અમદાવાદમાં વરસાદ/ અમદાવાદમાં ભારે વરસાદઃ IPL ફાઇનલ પર છવાયા સંકટના વાદળો

એક બાજુ IPL 2023 ના ફાઇનલ મેચનો મહામૂકાબલો શરૂ થયાને હવે ઘડીઓ ગણાય રહી છે. ત્યારે અમદાવાદમા વરસાદ વેરી બનતા ક્રિકેટરસિકો મુંજાયા છે. આજે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ વચ્ચે ipl નો ફાઇનલ મેચ રમાશે.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad rain અમદાવાદમાં ભારે વરસાદઃ IPL ફાઇનલ પર છવાયા સંકટના વાદળો

એક બાજુ IPL 2023 ના ફાઇનલ મેચનો મહામૂકાબલો શરૂ થયાને હવે ઘડીઓ ગણાય રહી છે. ત્યારે અમદાવાદમા વરસાદ વેરી બનતા ક્રિકેટરસિકો મુંજાયા છે. આજે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ વચ્ચે ipl નો ફાઇનલ મેચ રમાશે. ધમાકેદાર વરસાદને પગલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ipl 2023 ની ફાઇનલ યોજાશે કે કેમ? તે અંગે સવાલો ઊભા થતા ક્રિકેટ રસીકોના શ્વાસ અધર થયા હતા.અનેક વિસ્તારોમાં વરસાદ સાથે વસ્ત્રાપુરમાં કરા પડ્યા હતા. જો કે ફાઇનલ હોવાથી તેનો રિઝર્વ ડે હોય છે અને આજે મેચ ન રમાય તો આવતીકાલે રમાઈ શકે છે, પરંતુ આવતીકાલે પણ વરસાદની આગાહી છે જ.

આની શરૂઆત અગાઉ જ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સેટેલાઈટ, એસજી હાઇવે, વસ્ત્રાપુર, સરખેજ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે.અનેક વિસ્તારોમાં વરસાદી વરસાદી ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગની કમોસમી વરસાદ અંગેની આગાહી કરી હતી. આ જ આગાહી સાચી પાડતા હોય તેમ આજે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને સાંજના સમયે અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું વરસ્યું હતું. બોડકદેવ, ઈસનપુર, શાહપુર,જશોદાનગર હાટકેશ્વર, બોપલ, ઘુમા, શીલજ, જીવરાજપાર્ક, ઘાટલોડિયા, ચાંદલોડિયા, વાડજ, અખબારનગર, RTO સર્કલ, ચાંદખેડા, વસ્ત્રાલ, ખાડિયા, મણિનગર,રાયપુરમાં ભારે વરસાદ પડતા માર્ગો પરથી પાણી ભરાયું હતું.

 

આ પણ વાંચોઃ યુએસ ડેટ સેલિંગ/ હાશ, અમેરિકા ડિફોલ્ટ નહીં થાય બાઇડેન અને રિપબ્લિકન યુએસ ડેટ સેલિંગ વધારવા સંમત

આ પણ વાંચોઃ રાહુલ-નવી સંસદ/ પીએમ મોદી સંસદના ઉદઘાટનને રાજ્યાભિષેક સમજી રહ્યા છેઃ રાહુલ ગાંધી

આ પણ વાંચોઃ ઓવૈસી-નવી સંસદ/ આરજેડીની કોફિનની પોસ્ટ સામે ઓવૈસી નારાજ