Joonagadh-heavyrain/ ગીરનાર પરથી પાણી આવતા જૂનાગઢનો મોટાભાગનો હિસ્સો પાણીમાં

ગુજરાતમાં વરસાદ જબરજસ્ત ખાબક્યો છે અને તેમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો સો ટકા કરતાં પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે. તેમા પણ જૂનાગઢ જિલ્લાની સૌથી ખરાબ સ્થિતિ છે. ભારે વરસાદના લીધે ગિરનાર પર્વત પરથી પાણી નીચે આવતા જૂનાગઢનો મોટાભાગનો હિસ્સો પાણીમાં છે.

Top Stories Gujarat

ગુજરાતમાં વરસાદ જબરજસ્ત ખાબક્યો છે અને Joonagadh flooded તેમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો સો ટકા કરતાં પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે. તેમા પણ જૂનાગઢ જિલ્લાની સૌથી ખરાબ સ્થિતિ છે. ભારે વરસાદના લીધે ગિરનાર પર્વત પરથી પાણી નીચે આવતા જૂનાગઢનો મોટાભાગનો હિસ્સો પાણીમાં છે.

હવામાન વિભાગે આગામી 24 કલાક માટે Joonagadh flooded સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. સોમવારે સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ હતી. હવામાન વિભાગના છેલ્લા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમા કુલ 201 તાલુકામાં વરસાદ પડ્યો છે.

વરસાદના છેલ્લા 24 કલાકના આંકડા જોઈએ તો સુરતના કામરેજમાં પોણા ચાર ઇંચ, ઉમરપાડામાં ત્રણ ઇંચ, ઓલપાડમાં અઢી ઇંચ, વલસાડના કપરાડામાં સાડા ત્રણ ઇંચ, છેલ્લા 24 કલાકમાં આણંદ તાલુકામાં સવા ત્રણ ઇંચ, છેલ્લા 24 કલાકમાં ખેડાના નડિયાદમાં ત્રણ ઇંચ, ગીર સોમનાથના કોડીનારમાં અઢી ઇંચ વરસાદ પડી ચૂક્યો છે.

જૂનાગઢમાં જોઈએ તો વંથલીમાં અઢી ઇંચ, કેશોદમાં Joonagadh flooded સવા બે ઇંચ, માળીયા હાટીનામાં સવા બે ઇંચ, માણાવદરમાં સવા બે ઇંચ, વલસાડના પારડીમાં સવા બે ઇંચ, સુરતના માંગરોળમાં સવા બે ઇંચ, મેંદરડામાં સવા બે ઇંચ, ડેસર, સુરત, શહેરમાં બે-બે ઇંચ, તાલાલા, વાસો, સુત્રાપાડામાં પોણા બે ઇંચ, ઠાસરા, રાજુલા, કુતિયાણામાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત જૂનાગઢ શહેર અને તાલુકામાં પોણા બે ઇંચ, Joonagadh flooded વેરાવળ, વિસાવદર અને જોડિયામાં દોઢ-દોઢ ઇંચ,  ઉમરેઠ, બોરસદ, ઉનામાં દોઢ-દોઢ ઇંચ, વિજાપુર, દાંતીવાડા, ખેરગામમાં દોઢ ઇંચ, ગીર ગઠડા, વઘઈ, આહવામાં સવા ઇંચ વરસાદ પડ્યો છે, અબડાસા, ધરમપુર, ઉમરગામમાં સવા ઇંચ વરસાદ પડ્યો છે. જેતપુર, પલસાણા, પાવલી, ભાવનગરના મહુવા, માતર, ઉપલેટામાં એક-એક ઇંચ, તારાપુર, મહુધા, તારાપુર, મહુધા, ગળતેશ્વરમાં એક-એક ઇંચ, ગોધરા, કુકરમુંડા, જાફરાબાદમાં એક-એક ઇંચ વરસાદ પડ્યો છે. સુબીર, વિસનગર, વડાલીમાં એક-એક ઇંચ, આઠ તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. બાર તાલુકામાં પોણા ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 21 તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ Pak Army Chief/ પાક વિદેશી ઋણ પર નિર્ભરતા ઘટાડી આત્મનિર્ભર બનેઃ પાક આર્મી ચીફ

આ પણ વાંચોઃ India-John Kerry/ અમેરિકન પ્રેસિડેન્ટ બિડેનના ખાસ દૂત જહોન કેરી આજથી પાંચ દિવસના ભારતના પ્રવાસે

આ પણ વાંચોઃ PMAY-U/ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં PMAY(U) અંતર્ગત 4,93,136 પાકા ઘર બાંધવામાં આવ્યા,રાજ્યમંત્રી કૌશલ કિશોરે આપ્યો જવાબ

આ પણ વાંચોઃ Pilot refused to fly/પાઈલટે અચાનક પ્લેન ઉડાડવાની ના પાડી, 3 સાંસદો સહિત 135 મુસાફરો ખરાબ રીતે ફસાયા; જાણો સમગ્ર મામલો

આ પણ વાંચોઃ Rajkot Hirasar Airport/વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 27મી જુલાઈએ ગુજરાતના પ્રથમ ગ્રીનફીલ્ડ એરપોર્ટનું લોકાર્પણ