@અમિત રૂપાપરા
સુરતના અઠવાગેટની ઓળખ એટલે સર્કલ પર મૂકવામાં આવેલું પ્લેન પરંતુ હવે આ ઓળખ ભુસાઈ ગઈ છે. કારણ કે મેટ્રોની કામગીરીમાં અઠવાગેટ સર્કલ પર મૂકવામાં આવેલું પ્લેન અડચણરૂપ બન્યું હોવાના કારણે આ પ્લેનને હટાવવામાં આવ્યું છે. અઠવાગેટ પર જે પ્લેન મૂકવામાં આવ્યું હતું તે સુરતની ઓળખ બની ગયું હતું કારણ કે અઠવાગેટ એ પ્લેન વાળા સર્કલના નામથી જ ઓળખાતું હતું અને હવે મેટ્રોની કામગીરીના કારણે આ ઓળખ જ ભુસાઈ ગઈ છે.

આ પ્લેન શા માટે મુકાયું હતું તેની વાત કરવામાં આવે તો સુરતમાં જ્યારે કોઈ પણ ફ્લાઇટ કનેક્ટિવિટી ન હતી તે સમયે યશવંત શાહ દ્વારા સુરતને પણ એર કનેક્ટિવિટી મળે તે માટે 2001માં અઠવાગેટ પર આ પ્લેન મૂકવામાં આવ્યું હતું.

અઠવા ગેટ પર જ્યારે આ પ્લેન મૂકવામાં આવ્યું ત્યારે એક સૂત્ર લખાયું હતું કે દેશ-વિદેશની હોટલો સુરત પર ચાલે છે પરંતુ સુરતનું એરપોર્ટ પ્લેન વગર ચાલે છે અને આ પ્લેન અઠવાગેટ પર મૂકવાનું મુખ્ય કારણ જ એવું હતું કે સુરતને એર કનેક્ટિવિટી આપવામાં આવે.

સુરત મહાનગરપાલિકાની જગ્યામાં આ પ્લેન મુકાયું હતું પરંતુ હવે મેટ્રોની કામગીરીમાં અડચણરૂપ હોવાના કારણે આ પ્લેન હટાવવુ પડ્યું છે .

ત્યારે યશવંત શાહ દ્વારા માગણી કરવામાં આવી છે કે સુરત મહાનગરપાલિકા અઠવાગેટ પર જ નાની મોટી જગ્યા ફરીથી આ પ્લેન મુકવા માટે આપે કારણ કે અઠવાગેટ પર મૂકવામાં આવેલું પ્લેન એક લેન્ડમાર્ક બની ગયું છે અને મોટાભાગના લોકો અઠવા ગેટને પ્લેન વાળા સર્કલથી જ ઓળખતા થઈ ગયા છે.

મહત્વની વાત છે કે કોઈપણ પ્રકારનો સંદેશો જો લોકોને આપવો હોય તો આ પ્લેનની મદદથી યશવંત શાહ આપતા હતા.કોરોના સમયમાં આ પ્લેનને વેક્સિનનું સ્વરૂપ આપી દેવામાં આવ્યું હતું અને આ જ પ્રકારે અલગ અલગ સમયે અલગ અલગ સ્વરૂપો પણ આ પ્લેનને આપવામાં આવ્યા હતા. પરંતુ હવે પ્લેન વાળા સર્કલ તરીકે ઓળખાતા અઠવાગેટ પર લોકોને પ્લેન નહીં જોવા મળે કારણ કે મેટ્રોની કામગીરીમાં આ પ્લેન અડચણ રૂપ હોવાથી હાલ પ્લેનને હટાવી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો:સુરતમાં વાહન ચાલક સાથે મારામારી કરનાર પોલીસ કર્મીને કરાયો સસ્પેન્ડ
આ પણ વાંચો:8 વર્ષના બાળકના પિતાનું સારવાર દરમિયાન મોત, સુરત પોલીસે પૂરી પાડી પરિવારની હૂંફ
આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત
આ પણ વાંચો:હરિયાણામાં ગાય લેવા ગયા હતા પણ મોત લઈને આવ્યા ગુજરાતી!
