તાપી જિલ્લામાં સોમવારના રોજ એક નવનિર્મિત ફેક્ટરીમાં મજૂરોના મોત થયા છે અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના વાલોડ તાલુકાના વિરપોર ગામમાં નવનિર્મિત ફેકટરીમાં મશીનરીના ઇન્સ્ટોલેશન સમયે બ્લાસ્ટ થયો. પાંચ કામદારો ફેક્ટરીમાં મશીનરી ગોઠવી રહ્યા હતા ત્યારે એક ભાગ વિસ્ફોટ થયો હતો.
આદિ શક્તિ પ્રોડક્ટર મશીનરીના ફિટિંગની કામગીરી દરમ્યાન આ ઘટના બની છે. ફ્રુટ જ્યુસ બનાવતી આ કમ્પની છે જેમાં બ્લાસ્ટ થયો હતો. સાંજે 4.30 કલાકના અરસામાં આ બનાવ બન્યો છે. જેમાં 5 ઈસમો પૈકી 2ના મોત થયા છે. જોકે અન્ય ત્રણને સારવાર અર્થે ખસેડયા છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, “બે કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે મશીનનો એક ભાગ કેટલાય મીટર દૂર ફંગોળાયો હતો અને તે રસ્તા પરના ખેતરમાં પડ્યો હતો.
આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલ અચાનક પહોંચ્યા દિલ્હી, PM મોદી સાથે કરી બેઠક
આ પણ વાંચો:સાળંગપુર હનુમાનજી ભીંતચિત્ર વિવાદ મુદ્દે રોકડીયા હનુમાન મંદિરના મહંતે આપી વધની ચીમકી
આ પણ વાંચો:નાના વરાછામાં ઝડપાયું ગરીબોના હક્નું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ
