ચરસ પકડાયું/ ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સના દાણચોરો માટે સ્વર્ગસમાનઃ જખૌમાંથી ફરીથી ચરસ પકડાયું

ગુજરાતના જખૌ બંદર પરથી ફરીથી એક વખત ચરસ પકડાયું છે. ગુજરાતમાં જે રીતે રોજ-રોજ માદક દ્રવ્યો પકડાઈ રહ્યા છે તે ચોંકાવનારી બાબત છે. દરિયાઈ સીમા પરના સર્ચ ઓપરેશનમાં આ ચરસ પકડાયું છે.

Gujarat

જામનગરઃ ગુજરાતના જખૌ બંદર પરથી ફરીથી એક વખત ચરસ પકડાયું છે. ગુજરાતમાં જે રીતે રોજ-રોજ માદક દ્રવ્યો પકડાઈ રહ્યા છે તે ચોંકાવનારી બાબત છે. દરિયાઈ સીમા પરના સર્ચ ઓપરેશનમાં આ ચરસ પકડાયું છે. બીએસએફે સર્ચ Charas Seized ઓપરેશન દરમિયાન એક કિલો ચરસ પકડ્યું છે.

ગુજરાતની સરહદ પર અને દરિયાઈ સીમામાં એકલા બીએસએફે જ ચરસના 105 પેકેટ પકડ્યા છે. જખૌ દરિયાઈ સીમામાંથી 11 કિ.મી.ના અંતરે ચરસ પકડાયું છે. ચરસની બેગને કોફીના પેકેટમાં છૂપાવવામાં આવી હતી.

આ પહેલા અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમે બાતમીના Charas Seized  આધારે શહેરના વટવામાં બાગે શાહે આલમ સોસાયટીમાં મકાનમાં દરોડા પાડીને જાકિર હુસેન શેખ ઉર્ફે ઝીંગો શેખ નામના યુવકને ઝડપી પાડ્યો હતો. ઝીંગો શેખ પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનો જથ્થો રાખીને છૂટક વેચાણ કરતો હતો.

પોલીસને તેના પાસેથી રોકડ રકમ 12,900 મળી આવી હતી. ઘરમાં તપાસ કરતા ફ્રીજ પાસે રસોડામાં એક થેલીમાંથી એક ઈલેક્ટ્રીક વજન કાંટો અને જીપર બેગ મળી આવી હતી અને પીળા કલરનો પાવડર જેવો માદક પદાર્થ મળી આવ્યો હતો.

આ બાબતે પૂછપરછ કરતા તે એમ.ડી ડ્રગ્સ હોવાની હકીકત Charas Seized સામે આવી હતી. આ મામલે પોલીસે તપાસ કરતા કુલ 229. 700 મિલિગ્રામ જેટલો એમ.ડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની અંદાજીત કિંમત 22 લાખ 97 હજાર થાય છે.

ગુજરાત ડ્રગ્સ માફિયા માટે હોટ ફેવરિટ બન્યું છે કારણકે ગુજરાતના 1600 કિલો મીટરનો લાંબો દિરીયા કિનારો ડ્રગ્સની હેરાફેરી માટેનું એપી સેન્ટર બન્યું હતું.ગુજરાતમાં પકડાયેલ ડ્રગ્સમાં મોટા પ્રમાણમાં દરિયાઈ માર્ગનો હેરાફેરી માટે ઉપયોગ થયો હોવાનું ખુલ્યું છે.

 

આ પણ વાંચોઃ G20 માં સામેલ થયું આફ્રિકન યુનિયન/ ઘોષણા બાદ યુનિયન લીડરને લેવા પહોંચ્યા જયશંકર, પીએમ મોદીએ લગાવ્યા ગળે

આ પણ વાંચોઃ G20 Summit 2023 Live:/ આફ્રિકન યુનિયન G-20નું કાયમી સભ્ય બન્યું, PM મોદીએ વિશ્વ નેતાઓની સામે કરી જાહેરાત

આ પણ વાંચોઃ G20 Summit/ રાત્રી ભોજન બાદ જો બાયડનએ કર્યું ટ્વીટ કહ્યું કે મિસ્ટર મોદી…

આ પણ વાંચોઃ Ahmedabad Rains/ અમદાવાદીઓ, રાત્રે વરસાદે બોલાવેલી ધડબડાટી તસ્વીરોમાં જુઓ

આ પણ વાંચોઃ G20 Summit/ G20 સમિટ આજથી દિલ્હીમાં શરૂ, જુઓ નેતાઓના સ્વાગતનો વીડિયો