G20 Summit/ રાત્રી ભોજન બાદ જો બાયડનએ કર્યું ટ્વીટ કહ્યું કે મિસ્ટર મોદી…

મોદી-બાયડન વચ્ચે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વાટાઘાટોના અંતે જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ બાયડન ભારત સાથે સ્થાયી સભ્ય તરીકે સુધારેલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ માટેના તેમના સમર્થનની પુનઃ પુષ્ટિ કરી છે.

G-20 Top Stories India
After the dinner, Joe Biden tweeted

G-20 સમિટ આજથી શરુ થવા જઈ રહી છે આ સાથે ઘણા દેશોના વડાઓ આવવનું શરુ કરી દીધું છે આ દરમ્યાન ગઈકાલે 8 સપ્ટેમ્બર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન G-20 સમિટમાં ભાગ લેવા 8 સપ્ટેમ્બર સાંજે દિલ્હી પહોંચ્યા હતા. આ સાથે જ તેઓ પીએમ મોદી સાથે રાત્રી ભોજન લીધું અને ઘણા મહત્વપૂર્ણ મુદાઓ પર ચર્ચા થઇ હતી. સપૂર્ણ વાતચીત બાદ બાયડન કહ્યું કે ભારત અને અમેરિકા G-20 સમિટ દરમિયાન એ વાતની પુષ્ટિ કરશે કે બંને દેશો વચ્ચેની ભાગીદારી પહેલા કરતા વધુ મજબૂત છે.

પીએમ મોદીને મળ્યા બાદ યુએસ પ્રેસિડેન્ટ જો બાયડન સોશિયલ મીડિયા સાઇટ X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કર્યું અને લખ્યું કે પ્રધાનમંત્રી શ્રીમાન, તમને મળીને ખૂબ આનંદ થયો. આજે અને G-20 દરમિયાન, અમે પુનઃપુષ્ટિ કરીશું કે યુનાઈટેડ સ્ટેટ્સ-ભારતની ભાગીદારી ઈતિહાસમાં કોઈપણ સમયની તુલનામાં વધુ મજબૂત, કરીબ અને વધુ ગતિશીલ છે.

‘પ્રાઈમ મિનિસ્ટર તમને મળીને આનંદ થયો’

મોદી-બાયડન સાથે કર્યું હતું ડિનર 

તમને જણાવી દઈએ કે જો બાયડન G-20 સમિટ માટે શુક્રવારે સાંજે 7 વાગે દિલ્હી પહોંચ્યા હતા. એરપોર્ટ પરથી ઉતર્યા બાદ જો બાયડન સીધા પીએમ મોદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ દરમિયાન બંનેએ ડિનર અને દ્વિપક્ષીય વાતચીત કરી હતી. બંને વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વાટાઘાટોના અંતે જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ બાયડન ભારત સાથે સ્થાયી સભ્ય તરીકે સુધારેલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ માટેના તેમના સમર્થનની પુનઃ પુષ્ટિ કરી છે.

મોદી-બાયડન વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા

બંને દેશોના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓ દ્વિપક્ષીય સંરક્ષણ ભાગીદારીને “ગહન અને વૈવિધ્યકરણ” કરવા સંમત થયા છે. બંનેએ ભારત દ્વારા 31 ડ્રોનની ખરીદી અને જેટ એન્જિનના સંયુક્ત વિકાસમાં આગળ વધવાનું પણ આવકાર્યું હતું. બંનેએ પરમાણુ ઉર્જા, 6G અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી મહત્વપૂર્ણ અને ઉભરતી તકનીકો અને બહુપક્ષીય વિકાસ બેંકોને મૂળભૂત રીતે “પુનઃઆકાર” કરવાની રીતો વિશે પણ ચર્ચા કરી હતી.

આ પણ વાંચો :G20 Summit 2023 Live:/G-20 સમિટમાં PM મોદીનું ઉદ્ઘાટન ભાષણ, વિશ્વના નેતાઓ ભારત મંડપમમાં જોડાયા

આ પણ વાંચો :G20 Summit/G20 સમિટ આજથી દિલ્હીમાં શરૂ, જુઓ નેતાઓના સ્વાગતનો વીડિયો

આ પણ વાંચો :G-20 summit/PM મોદીની જો બિડેન સાથેની બેઠકમાં અનેક મુદ્દા પર થઇ ચર્ચા,અમેરિકા રાષ્ટ્રપતિએ ચંદ્રયાન-3 માટે શુભેચ્છા પાઠવી