વિરાટ કોહલીની ગણતરી માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વના મહાન બેટ્સમેનોમાં થાય છે. જ્યારે તે મેદાન પર આવે છે ત્યારે દર્શકોની બુમોથી ક્યાય સુધી મેદાનમાં અવાજ ગુંજતો રહે છે, તેની ફેન ફોલોઈંગ કોઈ સુપરસ્ટાર કરતા ઓછી નથી. વિરાટની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમ પહોંચ્યા હતા. હવે એક કલાકારે તેમના માટે જુસ્સો દર્શાવ્યો છે.
શ્રીલંકામાં છે વિરાટ
વિરાટ કોહલી હાલ ટીમ ઈન્ડિયા સાથે શ્રીલંકામાં છે. ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે એશિયા કપ-2023નો ખિતાબ જીતવાની તૈયારીમાં વ્યસ્ત છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં જગ્યા બનાવી છે, જ્યાં તેનો પ્રથમ મુકાબલો કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે છે. આ મેચમાં વિરાટના ચાહકોને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. પાકિસ્તાન સામેની આ જ ટૂર્નામેન્ટની ગ્રુપ મેચમાં તે કંઈ ખાસ કરી શક્યો નહોતો.
જીભથી બનાવી દીધી તસ્વીર
સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા ખેલાડીઓમાંથી એક વિરાટ માટે એક કલાકારે પોતાનો જુસ્સો બતાવ્યો છે. આ કલાકારે પોતાની જીભથી વિરાટ કોહલીની તસવીર બનાવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ કલાકાર કેટલી મહેનત અને સમર્પણથી વિરાટની કળા તૈયાર કરે છે. આ વીડિયો અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.
A fan made Virat Kohli's art with his tongue. pic.twitter.com/me6xZqappu
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 9, 2023
PAK સામે સદી?
દરમિયાન, પાકિસ્તાન સામેની મેચને લઈને ચાહકોને વિરાટ કોહલી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે હાલમાં બીજા સ્થાને છે. વિરાટે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 76 સદી ફટકારી છે. ટોચ પર મહાન સચિન તેંડુલકર છે જેણે સદીઓ એટલે કે 100 આંતરરાષ્ટ્રીય સદીઓ નોંધાવી છે. જો વિરાટ વધુ એક સદી ફટકારશે તો તે સચિનની નજીક આવી જશે.
આ પણ વાંચો:MODASA/ટ્રેક્ટરની ચોરી કરવા આવેલા ચોર પર ટાયર ફરી વળ્યું, પછી જે થયું તે તમે જ જુઓ…
આ પણ વાંચો:Viral Video/આ મહિલાએ બકરી માટે ટ્રેનની લીધી ટિકિટ, આ જોઈને TTE પણ થઈ ગયા આશ્ચર્ય, વીડિયો વાયરલ
આ પણ વાંચો:બરાબરનો ફસાયો ચોર/પુરપાટ ઝડપે દોડતી ટ્રેનની બહાર લટકતો રહ્યો ચોર, આ વીડિયો જોઈને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!
