ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં 19 સપ્ટેમ્બરથી ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. 10 દિવસ સુધી ચાલનારા પર્વનો આજે 5મો દિવસ છે, ત્યારે ધીમે-ધીમે લોકો ગણેશ વિસર્જન કરવા લાગ્યા છે. ત્યારે આવામાં રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં મામા-ભાણેજનું આજી ડેમમાં ડુબી જવાથી કરૂણ મોત નિપજ્યું છે. વિસર્જન દરમિયાન આજી ડેમમાં મામા-ભાણેજ ડુબી જતાં પરિવારમાં ગણેશ વિસર્જનની ખુશીઓ શોકમાં ફેરવાઈ છે.
રાજકોટ કોઠારિયા રોડ પર આવેલી મણિનગર સોસાયટીમાંથી મામા-ભાણેજ ગણેશ વિર્સજન માટે આજીડેમ ગયા હતા. તેઓ પાણીની વચ્ચોવચ્ચ જઈને ભગવાન ગણેશની પ્રતિમાને લઈને વિસર્જન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન બે જણા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ બાબતની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગની ટીમે ભારે શોધખોળના અંતે બન્નેના મૃતદેહ બહાર કાઢ્યા હતા.પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ રામભાઈ અને હર્ષ તરીકે થઈ છે, જે સબંધમાં મામા-ભાણેજ થય છે. આમ એક જ પરિવારના બે લોકોના મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ ફાયરની ઘટના સ્થળે પહોંચી હતી અને બન્નેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. એક જ પરિવારના 2ના મોતથી શોકનો માહોલ છવાયો છે. બંને યુવાનો ડૂબતા હોય તેવા લાઇવ વીડિયો આવ્યા સામે આવ્યો છે. યુવકોના પરિવારજનો બહાર ઊભા છે અને યુવાનો ડૂબી રહ્યા છે.
આ પણ વાંચો:અંબાજીમાં પૂનમનાં મેળાનાં માહોલ વચ્ચે છવાયો વરસાદી માહોલ, યાત્રાળુઓને હાલાકી
આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરત વધુ એકવાર થયું શર્મશાર, નરાધમે પૌત્રી સમાન 8 વર્ષની દીકરીને બનાવી….
આ પણ વાંચો:નર્મદા કેનાલમાં પતિ પત્નીએ લગાવી મોતની છલાંગ
આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી પેપર કાંડના મુખ્ય આરોપીઓ ઝડપાયા, નાપાસ વિદ્યાર્થીઓનો પાસ કરાવા લેતા આટલા રૂપિયા
