હે રામ!/ વધુ એક યુવકનું હાર્ટ-એટેકથી મોત, સુરતમાં 30 વર્ષના યુવાને ગુમાવ્યો જીવ

સુરતના  કતારગામ GIDC વિસ્તારમાં એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતા 30 વર્ષના રાધા કૃષ્ણનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.

Gujarat Surat

Surat News: ગુજરાતમાં હાર્ટ એટેકના વધતા કેસ હવે ચિંતાનો વિષય બની ગયો છે. નાની ઉંમરે યુવાનોના આવતા હાર્ટ એટેકના બનાવ સતત સામે આવી રહ્યા છે. આવામાં સુરતથી વધુ એક હાર્ટ એટેકથી યુવકનું મોત નીપજ્યું છે.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર,  સુરતના  કતારગામ GIDC વિસ્તારમાં એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતા 30 વર્ષના રાધા કૃષ્ણનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રાત્રે જમીને તે તેના મિત્ર સાથે સૂઈ ગયો હતો અને સવારે ઉઠ્યો જ નહીં.

જામનગરમાં ગરબા પ્રેક્ટિસ દરમિયાન મોત 

આ અગાઉ,જામનગરમાં 19 વર્ષીય યુવકનું ગરબા પ્રેક્ટિસ કરતા હૃદય હુમલાથી મોત નિપજ્યું છે. 19 વર્ષીય વિનીત મેહુલભાઈ કુંવરિયા નામના યુવકનું હૃદય હુમલાથી મોત નિપજ્યું છે. યુવા દીકરાના નિધનથી કુંવરિયા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

રાજકોટમાં ચા પીધા બાદ હાર્ટ એટેક

તાજેતરમાં જ રાજકોટમાં ચા પીધા બાદ હાર્ટ એટેક આવતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનનો અને હાલ કોઠારિયા રોડ પર આવેલ તિરુપતિ નગરમાં રહેતો અશોક નાયક નામનો યુવક રાબેતા મુજબ સાઈટ પર કલર કામ કરવા માટે ગયો હતો. જ્યાં સાઈટ પાસે ચા પીધા બાદ અશોક અચાનક ઢળી પડ્યો હતો.

આ પણ વાંચો:અંબાજી હડાદ માર્ગ અકસ્માત, મુસાફર ભરેલી બસના થયા બે ટૂકડા: અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી દૂર કરવા મહાઆરતી

આ પણ વાંચો:સુરતની ઉમરા પોલીસે ચરસ સાથે પોલીસ પુત્રને ઝડપ્યો

આ પણ વાંચો:ડાયમંડ સીટીમાં વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા, વીણવા માટે લોકોની પડાપડી