અમરેલીના સપુત વિર શહિદ મનિષભાઈ ગુણવંતભાઈ મહેતા ભારતીય આર્મીમા ૧૪ વર્ષથી ફરજ બજાવતા હતા તેનુ રાજસ્થાન પોખરણ ખાતે યુધ્ધ અભ્યાસ અર્થે તેમના હેડક્વાર્ટર આસામથી તેમની યુનિટ સાથે રેલ્વે દ્રારા જઈ રહ્યા હતા ત્યારે તા ૧૯-૦૧-૨૦૨૩ના રોજ ન્યુ જલપાઈ ગુડી રેલ્વે સ્ટેશન પર તેમની ફરજ દરમિયાન શહિદ થયેલ હતા તેમના પાર્થિવ દેહને અમરેલી તેમના નિવાસ સ્થાને લાવવામાં આવેલ અને પુરા લશ્કરી માન સન્માન સાથે તથા અમરેલીના રાષ્ટ્ર પ્રેમી જનતા તથા રાજકીય આગેવાનોની ઉપસ્થિતીમાં અગ્નિદાહ આપવામાં આવેલ આવા વિર સપુતનુ બલિદાન અને તેમની કાયમી યાદી રહે અને એની યાદમાં સ્મારક બને એના માટે નગરપાલિકાના ઉપપ્રમુખ રમાબેન નરેશભાઈ મહેતા દ્વારા તા.૨૯-૦૧-૨૦૧૩ ના રોજ માન. મુખ્યમંત્રી, કલેક્ટર અમરેલી તથા ધારાસભ્યને રજુઆત કરેલ જેના અનુસંધાને અમરેલીના માન ધારાસભ્ય કૌશીકભાઈ વેકરીયા તથા નગરપાલિકા ના પ્રમુખ મનીષાબેન રામાણી દ્રારા રજુઆત સ્વિકારી અને લાઠી રોડ ફોરવર્ડ હાઈસ્કૂલ થી ડોક્ટર હાઉસ સુધી ના પાર્ક ને “વિર શહિદ મનિષભાઈ ગુણવંતભાઈ મહેતા પાર્ક” નામ કરણ કરવા કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા ના અધ્યક્ષ સ્થાનેથી સર્વાનુમતે ઠરાવ પાસ કરવામાં આવેલ છે.
આ પાર્કનુ કામકાજ અત્યારે ચાલુ છે પૂર્ણ થયે નામકરણ તથા લોકાર્પણ વિધી કરવામાં આવશે, આ વિર શહિદ મનિષભાઈ ગુણવંતભાઈ મહેતા પાર્ક અંગે રાષ્ટ્ર પ્રેમી સૌ નાગરિકોએ આવકારે છે અમરેલી સારહિ યુથ ક્લબ ના ચેરપર્સન મુકેશભાઈ સંઘાણી,શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા,જીલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઇ કાબરીયા વર્તમાન નગરપાલિકા પ્રમુખ બીપીનભાઈ લીંબાણી,કારોબારી ચેરમેન મનિષભાઈ ધરજીયા, ઉપપ્રમુખ બીનાબેન કાલેણા દંડક દિલાભાઈ વાળા શાસકપક્ષ ના નેતા શિતલબેન ઠાકર જીલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ મુકુંદભાઈ મહેતા, ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભગીરથભાઈ ત્રિવેદી તથા શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોશી તથા અમારા નગરપાલિકાના તમામ સદસ્યઓએ તથા વિવિધ સામાજિક સંસ્થાઓએ આવકારેલ છે. અને અભિનંદન પાઠવેલ છે નરેશભાઈ મહેતા ની અખબારી યાદી માં જણાવેલ છે.
આ પણ વાંચો:અંબાજી હડાદ માર્ગ અકસ્માત, મુસાફર ભરેલી બસના થયા બે ટૂકડા: અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
આ પણ વાંચો:સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી દૂર કરવા મહાઆરતી
આ પણ વાંચો:સુરતની ઉમરા પોલીસે ચરસ સાથે પોલીસ પુત્રને ઝડપ્યો
આ પણ વાંચો:ડાયમંડ સીટીમાં વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા, વીણવા માટે લોકોની પડાપડી
