અમદાવાદ/ નકલી બટર પનીરના ચટકારા, તમારા સ્વાસ્થ્યને નુકશાન

અમદાવાદ કોર્પોરેશન હવે ઘી બાદ પનીરના સેમ્પલ પણ લેવાનું શરુ કર્યું છે.અંબાજી મંદિરમાં નકલી ઘી નો પ્રસાદ બાદ કમિશ્નરે આ મામલે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ કોર્પોરેશન હવે ઘી બાદ પનીરના સેમ્પલ પણ લેવાનું શરુ કર્યું છે.અંબાજી મંદિરમાં નકલી ઘી નો પ્રસાદ બાદ કમિશ્નરે આ મામલે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.ઘી બાદ આપને જાણીને નવાઈ લાગશે કે નકલી પનીર નું પણ ધૂમ વેચાણ થઇ રહ્યું છે.કોર્પોરેશન દ્વારા શહેરમાં પનીરના સેમ્પલો લેવામાં આવ્યા હતા.આ 10 સેમ્પલ પૈકી પાંચ સેમ્પલ ફેલ થયા હતા..અંબાજી મોહનથાળ ઘી વિવાદ મામલો ઘીના વિવાદ બાદ એએમસી હાથ ધરી હતી અને મોટી કાર્યવાહી એએમસી ફુડ વિભાગે માધુપુરામાંથી લીધા હતા સેમ્પલ માધુપુરાની બે દુકાનમાં ઘીના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવ્યા.ઘીમાં પણ ભેળસેળ થી હોવાનો તપાસમાં આવ્યુ.

અમદાવાદ AMC આરોગ્ય વિભાગની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં 600 ટન બટરનો જથ્થો સીઝ કરાયો છે.પીપરજ ખાતે કોલ્ડસ્ટોરેજમાં જથ્થો રાખવામાં આવ્યો હતો.અલગ અલગ રાજ્યોમાંથી લેવાયો હતો જથ્થો બટર જથ્થો સીઝ કરી સેમ્પલ લેબમાં મોકલાયા.રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં મોકલવાના હતા બટર યલો અને વાઇટ બટર નો જથ્થો સીઝ અમદાવાદ સહિત રાજ્ય ભરમાં મોકલવાનો હતો જથ્થો કોલ્ડસ્ટોરેજ માંથી બટર અન્ય જગ્યાએ મોકલે તે પહેલા દરોડા AMC આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહીકરાઈ છે.મહેસાણામાં શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો તે આધારે અમદાવાદમાં પણ કાર્યવાહી હાથ ધરાઇ તપાસ કરતા અમદાવાદમાંથી 600 ટન બટર મળ્યું છે.

બાતમીના આધારે દરોડા કરવામાં આવ્યા છે દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પીપરજ માં આવેલો હતો કોલ્ડ સ્ટોરેજ બટર અને ચીઝ નો જથ્થો સ્ટોર કરવામાં આવ્યો હતો અલગ અલગ રાજ્યો માંથી બટર આવ્યું હતું 8 સેમ્પલ લઇ તપાસ માટે લેબમાં મોકલાયા છે હાલ તમામ 600 ટન બટર સીઝ કરાયું છે મહેસાણામાં બટર મળ્યું ત્યારબાદ શંકા ગઈ હતી બપોરે બાતમી મળતા તપાસ હાથ ધરાઇ હતી 600 ટન કરતા વધુ જથ્થો સીઝ કરાયો છે..એક કરોડ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.

આ પણ વાંચો:ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર

આ પણ વાંચો:ચાર જિલ્લામાં સજાનો દર વધારવા પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ

આ પણ વાંચો:સેટેલાઈટમાં મહિલાએ તેના પરિવાર વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે મામલો

આ પણ વાંચો:EX- ગર્લફ્રેન્ડનું અપહરણ કરી નબીરાએ વટાવી બધી હદો