દુર્ઘટના/ અમદાવાદમાં બાંધકામ સાઇટ ભેખડ ધસી પડતાં બાળકીનું મોત,બે લોકો દટાયા

આંબાવાડી વિસ્તારમાં નિર્માણાધિન બિલ્ડિંગમાં ભેખડ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં એક બાળકીનું મોત નીપજ્યું છે.

Top Stories Ahmedabad Gujarat
  •  અમદાવાદ:ભેખડ ધસી પડતા બે લોકો દટાયા
  • દટાઇ જવાથી બાળકીનું મોત થયું
  • આંબાવાડી વિસ્તારમાં બની ઘટના
  • નિર્માણાધીન બિલ્ડીંગમાં ધસી ભેખડ

Ahmedabad News: અમદાવાદથી દુખદ સમાચાર સામે આવ્યા છે. શહેરમાં નિર્માણાધિન બિલ્ડિંગની ભેખડ ધસી પડી હતી. આંબાવાડી વિસ્તારમાં નિર્માણાધિન બિલ્ડિંગમાં ભેખડ ધસી પડી હતી. એચ.આર.કન્સ્ટ્રક્શન ગ્રૂપ દ્વારા બિલ્ડીંગ બનાવવામાં આવતું હતું, આ દુર્ઘટનામાં એક બાળકીનું મોત નીપજ્યું છે. જયારે બે લોકો દટાયા હોવાનું સામે આવ્યું છે.

તાજેતરમાં નરોડામાં બાંધકામ સાઈટ પર ભેખડ ધસી પડતા દુર્ઘટના ઘટી હતી. ભેખડ ધસી પડતા મહિલા શ્રમિક સહિત 3 ના મોત થયા હતા. વરસાદના કારણે ભેખડ ધસી પડી હોવાની માહિતી સામે આવી છે. ફાયર વિભાગને 4.30 વાગે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. ત્યાં પહોંચ્યા બાદ જાણ થઈ કે ત્રણ મજૂરો દટાયા હતા જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમને બચાવી શકાયા નહોતા. આ દુર્ઘટનામાં મહિલા સહિત 3 લોકો મોતને ભેટતા શોકનો માહોલ સર્જાયો છે.



આ પણ વાંચો:પિતા-પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો, સાવકા પિતાએ સાવકી પુત્રી સાથે કર્યા અડપલાં

આ પણ વાંચો:ચાચરચોકમાં ગરબા માટેનો નિયમ બદલાયો, જાણો શું કરાયો ફેરફાર

આ પણ વાંચો:મહેસાણામાં ધોરણ 6, 7 અને 8ના પેપર ફૂટ્યાનો દાવો

આ પણ વાંચો:છોટાઉદેપુરની સરકારી શાળામાં મધ્યાન ભોજનમાં સડેલુ અનાજ જોવા મળ્યુ