Heart Attack/ ભાવનગરમાં ખેતી કામ કરતી 18 વર્ષીય સ્વસ્થ યુવતીનું હાર્ટ એટેકથી મોત

યુવતીનું અચાનક મોત થતાં પરીવાર અને આસપાસના લોકો સ્તબ્ધ

Top Stories Gujarat Others

ભાવનગરમાં યુવતીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાના સમાચાર સામે આવ્યાં છે. 18 વર્ષીય યુવતી ખેતરેથી કામ કરીને પરત આવ્યા બાદ અચાનક યુવતી ઢળી પડી હતી. નોંધનીય છે કે રાજ્યમાં નાની ઉંમરની વ્યક્તિઓના હાર્ટએટેકથી મોતના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે.

આ બનાવની મળતી વિગત અનુસાર દેવલી ગામે 18 યુવતી જીજ્ઞા બારૈયાનું હાર્ટ એટેકથી મોત થયું છે. યુવતી ખેતરેથી ખેતીનું કામ કરીને ઘરે પરત ફરી હતી. ત્યારે અચાનક જ ઘરમાં માતા-પિતા સામે ઢળી પડી હતી. પરિવારના લોકો કંઈ સમજે તે પહેલાં જ યુવતીનું મોત થઈ ગયું હતું. યુવતીનું અચાનક મોત થતાં પરીવાર અને આસપાસના લોકો સ્તબ્ધ છે.

18 વર્ષીય યુવતીનું અચાનક જ આ રીતે મોત થતાં પરિવાર શોકમાં ડૂબી ગયો છે. બીજી તરફ 18 વર્ષીય જીજ્ઞાનું સ્વાસ્થ્ય એકદમ સારું હતું. તેમજ તેઓ કોઈ પણ પ્રકારનું જંકફૂડ કે કોઈ પણ પ્રકારના ફાસ્ટફૂડ ક્યારેય લીધા જ નથી, પરંતુ તેને અચાનક હાર્ટ એટેક આવતાં સૌ કોઈ ચોંકી ગયા છે.

બીજી તરફ રાજકોટમાં 12 કલાકમાં હાર્ટ એટેકથી ત્રણના મોત થયાં છે. રણજીત યાદવ (ઉ.વ.24), આશિષ અકબરી (ઉ.વ.40) અને પડધરીના દિપક વેરરિયાનું પણ અટેકથી મોત થયું છે. વધતા જતા હાર્ટ એટેકના મોતથી લોકોમાં ચિંતા વધી છે.



આ પણ વાંચોઃ બનાસકાંઠા/ પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયી મામલે 11 લોકો સામે ફરિયાદ 

આ પણ વાંચોઃ Israel Hamas War/ એશિયામાં યુદ્ધનો ખતરો, અમેરિકા થાડ અને પેટ્રિયક મિસાલ તૈનાત કરશે

આ પણ વાંચોઃ ક્રાઈમ/સુરત પોલીસે છેલ્લા 7 દિવસમાં 602 સ્પામાં પાડ્યા દરોડા, 90ની ધરપકડ