રાજ્યના બે પૂર્વ મુખ્યમંત્રીઓની કારને આજે અકસ્માત નડ્યો છે. પૂર્વ CM વિજય રૂપાણીના કાફલાનું પાઈલોટિંગ કરતી કારને અકસ્માત નડ્યો છે. તો બી બાજુ પુર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાની કારનો હળવદમા અકસ્માત સર્જાયો છે.
લીંબડી-અમદાવાદ હાઇવે પર પૂર્વ CM વિજય રૂપાણીના કાફલાનું પાઈલોટિંગ કરતી કારને અકસ્માત નડ્યો છે.ચોરણીયા પાટિયા પાસે પાઈલોટિંગ કારે બાઈક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઈક સવારને ઈજાઓ પહોંચતા પૂર્વ CMએ તાત્કાલિક બાઈક સવારને હોસ્પિટલ ખસેડ્યો છે.ઘટનાને લઈ પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચી હતી.

પુર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા બોર્ડી ગાર્ડ કારમા સવાર હતા.ગાંધીનગરથી માંડવી જતી વખતે હળવદ સરા ચોકડી અકસ્માત સર્જાયો છે. પુર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાની કારમા સામાન્ય નુકસાની થઇ છે. આ બનાવમા કોઇને ઇજાગ્રસ્ત થઇ નથી કાર ટ્રક સાથે અથડાઇ હતી.

આ પણ વાંચો:ગુજરાતનું આ ગામ હવે ઓળખાશે “દીકરી ગામ” તરીકે
આ પણ વાંચો:વર્લ્ડ કપ ફાઇનલની લોકોના ખિસ્સા પર પડશે અસર, ટિકિટ – રૂમના ભાડા સાંભળી થઈ જશો…
આ પણ વાંચો:આમ આદમી પાર્ટીના MLAની પત્નીની ધરપકડ, જાણો શું લાગ્યો આરોપ
