Celebration/ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી કરી બધાને ચોંકાવ્યા

તેમની અપવાદરૂપ હાજરીના લીધે તેમના કુટુંબીજનો અને મિત્રવર્તુળો જ નહી ભાજપના કાર્યકરોમાં પણ ઉત્સાહનો સંચાર કર્યો છે. કાર્યકરો સાથે નવા વર્ષની ઉજવણી થતા ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે. શુભેચ્છકો અને કાર્યકરો સાથે નવા વર્ષની ઉજવણી કરી.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી કરીને બધાને ચોંકાવી દીધા છે. કેન્દ્રના રાજકારણમાં ગયા પછી કેન્દ્રીય પ્રધાન અમિત શાહ નવરાત્રિમાં તો નિયમિત હાજરી આપે છે, પરંતુ નવા વર્ષમાં તેમની હાજરી ભાગ્યે જ હાજરી હોય છે. તેમની અપવાદરૂપ હાજરીના લીધે તેમના કુટુંબીજનો અને મિત્રવર્તુળો જ નહી ભાજપના કાર્યકરોમાં પણ ઉત્સાહનો સંચાર કર્યો છે.

તેમણે તેમના થલતેજ ખાતેના નિવાસ્થાને કાર્યકરો સાથે સ્નેહમિલન કાર્યક્રમ રાખ્યો હતો. કાર્યકરો સાથે નવા વર્ષની ઉજવણી થતા ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે. શુભેચ્છકો અને કાર્યકરો સાથે નવા વર્ષની ઉજવણી કરી.

આ વખતે તેમણે દિવાળીની ઉજવણી કુટુંબીજનો સાથે કરવાની તક ઝડપી લીધી હતી. તેઓ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં છે. આ દરમિયાન તેમના રાજ્યમાં જુદા-જુદા કાર્યક્રમ છે. તેમના નિવાસ્થાને કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો છે. અમિત શાહે સ્નેહમિલનમાં ભાજપના કાર્યકરો સાથે મુલાકાત કરતા તેમને લોકસભા ચૂંટણી પૂર્વે કાર્યકરોનો જુસ્સો બેવડાયો છે. તેમના સ્નેહમિલન કાર્યક્રમમાં કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.


આ પણ વાંચોઃ  વિવાદ/ AMCએ નિયમો નેવે મૂક્યાઃ 13 કરોડનું ટેન્ડર બારોબાર પધરાવાયું

આ પણ વાંચોઃ Enter Indian Border/ મ્યાનમારમાં હવાઈ હુમલો થતા 2000થી વધુ નાગરિકોનો ભારતીય સીમમાં પ્રવેશ

આ પણ વાંચોઃ #Newyear/ સીએમ ભુપેન્દ્ર પટેલે પંચનાથ મંદિરે દર્શન કરી લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને Facebook, Twitter,  WhatsApp,Telegram, Instagram, Koo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.