117th Paduka Pujan program/ જસદણ તાલુકાના વીરનગરમા આંખનાં હોસ્પિટલની સ્થાપના કરનાર યાજ્ઞવલ્ક્યાનંદજીની117 પાદુકા પૂજન કાર્યક્રમ યોજાયો

જસદણ તાલુકાના વીરનગરમા આવેલી શિવાનંદ મિશન સૌરાષ્ટ્ર સેન્ટ્રલ હોસ્પિટલનાં સ્થાપક ડોક્ટર અધ્વયુજી (બાપુજી)નો 117મો જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Gujarat Others
વીરનગર

જસદણ તાલુકાના વીરનગરમા આવેલી શિવાનંદ મિશન સૌરાષ્ટ્ર સેન્ટ્રલ હોસ્પિટલનાં સ્થાપક ડોક્ટર અધ્વયુજી (બાપુજી)નો 117મો જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 1956થી વીરનગર પધાર્યા ત્યારથી અંધત્વ નિવારણ કાર્ય અહીંથી શરૂ થયું હતું આજે અહીં વીરનગરની હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર ભરમાંથી હજારો દર્દીઓ આંખોના ઓપરેશન થાય છે તેમ જ અહીં રહેવાની તેમજ જમવાની વિનામૂલ્યે સુવિધા આપવામાં આવે છે.

બહારગામમાં કેમ્પ કરવામાં આવે છે અહીં ઓપરેશન કરવામાં આવે છે અહીં હોસ્પિટલમાં વ્યસન મુક્તિ પથારીની પણ વ્યવસ્થા છે તેમજ મેટરનિટી સહિતની સેવાઓ ઉપલબ્ધ છે શિક્ષણ ક્ષેત્રે શિવાનંદ મિશન ધોરણ 9 થી 12 સુધીના સ્કૂલ કન્યા છાત્રાલયનો સંચાલન વીરનગર કેળવણી મંડળ દ્વારા કરવામાં આવે છે પૂજ્ય બાપુજીનો આજે જન્મદિવસ હોય જેને લઇ આજે ચરણ પાદુકા પૂજન તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

વીરનગરના હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહ્યા હતા ચરણ પાદુકાનું પૂજનનો કાર્યક્રમ યોજાયો તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો વીરનગર ગામના સરપંચ નટુભાઈ સોલંકી તેમજ વીરનગર મિશન ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહી બાપુજીના ચરણ પાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું.

તેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આજે પણ આ વીરનગરની હોસ્પિટલમાં હજારો દર્દીઓને ઓપરેશન સહિતની કામગીરી વિનામૂલ્યે કરવામાં આવે છે. અંદાજે વર્ષે દોઢ લાખ દર્દીઓને તપાસ અને 20000આખના ઓપરેશન કરી ક્ષેત્રમાં ઉત્તમ યોગદાન આ હોસ્પિટલમાં આપવામાં આવે છે

બાપુજી આ હોસ્પિટલની સ્થાપના પછી અવરીત સેવા આજે પણ ચાલું છે ડોક્ટર દ્વારા દર્દીઓને સારી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે આજે પણ ડોક્ટર અધ્વયુજી (બાપુજી) ની સમાધિ અહી હોસ્પિટલમાં છે તેમજ તે રહેતાં તેની સ્મૃતિ પણ છે.



આ પણ વાંચો:અમેરિકા મોકલવાના કબૂતરબાજી કૌભાંડમાં ફરાર આરોપી ઝડપાયો

આ પણ વાંચો:જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને ISP દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત

આ પણ વાંચો:અમદાવાદ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું, નવા 12 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન કર્યા તૈયાર

આ પણ વાંચો:સુરતમાં ભરચક રોડ પર સ્કેટિંગ કરતા યુવાનનો વીડિયો વાયરલ, પોલીસે શરૂ કરી તપાસ