અમદાવાદ/ ફ્રેન્ડ રિક્વેસ્ટથી શરુ થયું પ્રેમ પ્રકરણ, પરિવારની સમંતિથી કર્યા લગ્ન, ત્યારબાદ સાસરીયાઓએ કર્યું…..

અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એક પરિણીતાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થયેલો પ્રેમ ભારે પડ્યો છે. લગ્નના બે દિવસ બાદ

Gujarat Ahmedabad
પ્રેમ

Ahmedabad News : અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એક પરિણીતાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થયેલો પ્રેમ ભારે પડ્યો છે. યુવતીને પ્રેમસંબંધમાં બંધાઈ લગ્ન કરવા ભારે પડ્યાં છે. લગ્નના બે દિવસ બાદ તેના પતિ અને સાસરીયાવાળાએ માનસિક અને શારીરિક ત્રાસ આપતા મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે.

મેઘાણીનગર વિસ્તારમાં રહેતી યુવતીને ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. જોકે, પરિણીતાએ તે ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ બંને વચ્ચે દોસ્તી થઈ હતી. બાદમાં બંન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

તેથી બંનેએ પરિવારની સંમતિથી લગ્ન કર્યા હતાં.

લગ્ન બાદ પરિણીતાના સાસુ, સસરા, જેઠ અને નણંદ વારંવાર ઘરની નજીવી બાબત અને દહેજને લઇને બોલાચાલી કરતા હતા. સાસરી પક્ષ પરિણીતા પાસેથી 15 લાખ રૂપિયાની માગણી કરી હતી. તેમજ 5 તોલા સોનું લાવવા રોજ ઝઘડો કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતાં. તેથી આ બાબતની ફરિયાદ  તેના પતિને કરતા તેના પતિએ ઉદ્ધતાઈથી કહ્યું હતું કે, મારા માતા પિતા કહે તે પ્રમાણે રહે નહીં તો ઘરની બહાર જતી રહે.

જોકે, બાદમાં પરિણીતાના સસરાએ તેના પિતાને કહ્યું હતું કે, તમે અમને દહેજમાં કંઇ આપ્યું નથી. જેથી 15 લાખ રૂપિયા રોકડા, પાંચ તોલા સોનું તથા એક કિલો ચાંદીની માગણી કરી હતી. પરિણીતાના પિતાએ તેમની પાસે દહેજ આપવા માટે અસક્ષમ છે. તેવું જણાવતાં, સાસરીયાના લોકોએ પરિણીતાને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. તેના પતિએ પણ તેને કહ્યું કે, તું હવે આખી જીંદગી મારા ઘરે આવતી નહીં. આથી અસહાય મહિલાએ સમગ્ર ઘટનાની જાણ મેઘાણીનગર પોલીસને ફરિયાદ કરી આગળની કાર્યવાહી કરવા માગ કરી છે, તેમજ મેઘાણીનગર પોલીસે ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ/PMના લગ્નની કંકોત્રી વાયરલ કરનાર સામે ફરિયાદ

આ પણ વાંચો:Ahmedabad Flower Show/અમદાવાદ ફ્લાવર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર, લોકોના ટોળેટોળા ઉમટયા, રૂ. 1.80 કરોડની આવક

આ પણ વાંચો:Election commission/રાજ્યમાં 6.89 લાખથી વધુ મતદારો વધ્યા