@નિકુંજ પટેલ
Surendranagar News: સુરેન્દ્રનગરના સાયલામાં સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓ માહિતીને આધારે જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો.અહીંની પોલીસે 11 શખ્સોની ધરપકડ કરીને તેમની પાસેથી 11.20 લાખ રોકડા સહિત 16.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે સાત આરોપી ફરાર થઈ ગયા હતા. જેમની પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસને મંગળવારે મોડી રાત્રે માહિતી મળી હતી કે સાયલાના નવાણીયા રોડ પર કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. માહિતીને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે જુગાર રમતા 11 શખ્સોની ધરપકડ કરી હતી.પોલીસે આરોપીઓ પાસેથી બે કાર અને એક બાઈક સહિત ત્રણ વાહનો, 4,40,000 રૂપિયા રોકડા, અને 13 મોબીલ મળીને કુલ રૂ. 16,31,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં મનસુખ આર.પરમાર, રમઝાન આઈ.કારવા, વિપુલ એમ.ઝાલા, હસુભાઈ એ..સોલંકી, અરવિંદ બી.માઢવી, અલ્તાફ બી.ખિયાની, બસીર એચ.ખિયાની, રહેમાન જી.સમતાણી,હુસેન એસ.કજરીયા, મિતુલ આઈ.મકવાણા અને જેઠાભાઈ જી.કણઝારીયાનો સમાવેશ થાય છે.
જ્યારે ફરાર આરોપીઓમાં જીતુભાઈ એન પરમાર, પ્રદીપ એન.પરમાર, હિંમત ડી.ડાભી, સલીમ ઉર્ફે ટકો, હાજીભાઈ, રણછોડ એન.પરમાર અને એક મોબાઈલના માલિક સહિત સાત શખ્સોનો સમાવેશ થાય છે. એસએમસીના પી.આઈ. કે.બી.શંખલા અને તેમની ટીમે આ કાર્યવાહી કરી હતી. પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર
આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ
આ પણ વાંચો:ખંભાતમાં રો-મટીરીયલ મોંઘુ થતા પતંગના ભાવમાં 15 થી 20% નો વધારો
આ પણ વાંચો:અંકલેશ્વરનો યુવાન સુરતમાં કરોડોનું ફુલેકુ ફેરવી ગયો….
