શેરબજારમાં રોકાણકારો માટે આજે ગુરુવારનો દિવસ વધુ શુભ રહ્યો. આજે એનર્જી શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. જયારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરો તેજીના નિશાન સાથે ટ્રેડ થયા. જો કે આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 64 પોઈન્ટના વધારા સાથે 71,721 પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 28 પોઈન્ટના ઉછાળા સાથે 21,647 પોઈન્ટ પર બંધ થયો હતો.
આજના કારોબારમાં એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, ઈન્ફ્રા, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં તેજી રહી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદારી જોવા મળી રહી છે. જ્યારે આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ અને મીડિયા શેરોમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 13 વધ્યા અને 17 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 25 વધ્યા અને 25 નુકસાન સાથે બંધ થયા.
શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે, BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ પ્રથમ વખત રૂ. 370 લાખ કરોડના ઐતિહાસિક ઉચ્ચ સ્તરને પાર કરી ગયું છે. આજના વેપારમાં લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 370.48 લાખ કરોડ હતું જે અગાઉના સત્રમાં રૂ. 368.77 લાખ કરોડ હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં 1.71 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
આજના વેપારમાં રિલાયન્સ 2.58 ટકા, એક્સિસ બેન્ક 1.38 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.29 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.17 ટકા, પાવર ગ્રીડ 1.09 ટકા, ટાટા મોટર્સ 0.94 ટકા, ટેક મહિન્દ્રા 0.65 ટકા, TCS 1.6 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે ઈન્ફોસિસ 1.62 ટકા, HUL 1.62 ટકા, વિપ્રો 1.28 ટકા, લાર્સન 1.18 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.
આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર
આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ
