ડાયમંડ સીટી/ સુરતમાં મોપેડ લઈને નીકળેલી યુવતીનું પતંગની દોરીથી ગળું કપાયું

સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં રહેતી દિષિતા ઠુંમર પોતાના ઘરેથી મોપેડ ચલાવીને આવતી હતી તે દરમિયાન નાના વરાછાના ઢાળનો ઓવરબ્રિજ ઉતરતી વખતે અચાનક જ પતંગની દોરી તેમના ગળામાં ભેરવાઈ હતી

Top Stories Gujarat Surat
  • સુરત શહેરમાં પતંગની દોરીથી યુવતીનું મોત
  • મોટા વરાછાની દિષિતા ઠુમરનું થયું મોત
  • પતંગની દોરી ગાળામાં ફસાતા ગંભીર ઈજાઓ
  • દોરી ફસાતા દિષિતાના ગાળામાં થયો ઊંડો ઘા

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરત શહેરમાં પતંગની દોરીથી એક યુવતી હું ગળું કપાઈ ગયું હતું તાત્કાલિક જ લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.ઓવરબ્રિજ ઉપરતીવખતે પતંગનો દોરો ગળામાં ભેરવાયો હતો તેના કારણે ગળું કપાઈ ગયું હતું

ઉતરાયણ નજીક આવી રહી છે અને પતંગ રસિયાઓ પતંગ ઉડાડવામાં મશગુલ થઈ રહ્યા છે.. પતંગ અને પતંગ ના દોરા અમુક માટે મજા તો અમુકને સજા સાબિત થાય છે પતંગ કપાયા બાદ તેમની દોરો બ્લેડની માફક ખુલ્લેઆમ ફરતો હોય છે તેના કારણે અનેકોના ગળા કપાયા હોવાની ઘટના બને છે ત્યારે સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં રહેતી દિષિતા ઠુંમર પોતાના ઘરેથી મોપેડ ચલાવીને આવતી હતી તે દરમિયાન નાના વરાછાના ઢાળનો ઓવરબ્રિજ ઉતરતી વખતે અચાનક જ પતંગની દોરી તેમના ગળામાં ભેરવાઈ હતી આ દોરી એટલી કાતિલ હતી. કે તેમાં દિશીતાનું ગળું જ ચીરાઈ ગયું હતું.

યુવતીને ગળાના ભાગે દોરી વાગતા ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને આ યુવતી ત્યાં જ ઢળી પડી હતી તાત્કાલિક જ યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું મહત્વનું છે કે ઉતરાયણને લઈ લોકો પતંગની દોરી પણ કેમિકલ લગાવી પાકી કરાવે છે જેથી એકબીજાની પતંગની દોરી કાપી શકાય પરંતુ આ પતંગ ના દોરા લોકો માટે ખૂબ જીવલેણ સાબિત થઈ રહ્યા છે દિશિતા નું મોત થતા પરિવાર માં શોકની  લાગણી જોવા મળી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો:ખંભાતમાં રો-મટીરીયલ મોંઘુ થતા પતંગના ભાવમાં 15 થી 20% નો વધારો

આ પણ વાંચો:અંકલેશ્વરનો યુવાન સુરતમાં કરોડોનું ફુલેકુ ફેરવી ગયો….