ગુજરાત હાઈકોર્ટ/ હાઈકોર્ટે લિંગ અસંવેદનશીલતા મામલે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનને આપ્યો ઠપકો, માંગ્યો જવાબ

હાઈકોર્ટે મહિલાના ઇન્ટરવ્યુ કેસની સુનાવણીમાં રાજ્ય પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ને લિંગ અસંવેદનશીલતા માટે ઠપકો આપ્યો.

Top Stories Gujarat

ગુજરાત : હાઈકોર્ટે લિંગ અસંવેદનશીલતા મામલે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનને ઠપકો આપ્યો છે. હાઈકોર્ટે મહિલાના ઇન્ટરવ્યુ કેસની સુનાવણીમાં રાજ્ય પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ને લિંગ અસંવેદનશીલતા માટે ઠપકો આપ્યો. આ કેસમાં મહિલા ઉમેદવાર દ્વારા ઇન્ટરવ્યુ મુલતવી રાખવા અથવા આ સંબંધિત વિકલ્પની જીપીએસસી સમક્ષ માંગ કરવામાં આવી હતી. જો કે GPSCએ મહિલાની વિનંતીને ફગાવી દિધી હતી. મહિલાએ GPSCને જણાવ્યું હતું કે તે ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે તેવી સ્થિતિમાં નથી. છતાં GPSC દ્વારા મહિલાની વિનંતી નકારવામાં આવી હતી. જેના બાદ મહિલાએ આ મામલે ન્યાય માટે કાનૂનો સહારો લીધો.

હાઈકોર્ટે એક કેસની સુનાવણીમાં મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલ ફરિયાદને યોગ્ય ઠેરવતા જવાબ માંગ્યા છે. જસ્ટિસ નિખિલ કરિયાલની કોર્ટે કહ્યું કે ઉમેદવાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં હસ્તક્ષેપ કરવાની જરૂર છે. કોર્ટે GPSCને આ મામલે નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. આ મહિલા ઉમેદવારે ઇન્ટરવ્યુમાં હાજર ના રહેવા બાબતે  જીપીએસસીને પ્રેગનન્સી હોવાનું કારણ રજૂ કર્યું હતું.

આ કેસની વિગત મુજબ  અરજદાર મહિલાએ 2020 માં GPSCની  લેખિત પરીક્ષા પાસ કરી હતી.  જેના બાદ મહિલાએ GPSCની ખાલી પડેલી પોસ્ટ માટે અરજી કરી હતી. મહિલાને 1 અથવા 2 જાન્યુઆરી, 2023ના રોજ ઇન્ટરવ્યુ તારીખો વિશે જણાવવામાં આવ્યું હતું. અરજદારે તે જ દિવસે જીપીએસસીને એક ઈમેલ લખ્યો હતો જેમાં જણાવ્યું હતું કે તેણી ગર્ભવતી છે અને તેની નિયત તારીખ જાન્યુઆરી 2024ના પ્રથમ સપ્તાહમાં છે અને તેના માટે છેલ્લા તબક્કામાં લગભગ 300 કિમી દૂર ગાંધીનગર સુધી મુસાફરી કરવી અશક્ય છે.

અરજદાર મહિલાએ 31 ડિસેમ્બર, 2023ના રોજ બાળકને જન્મ આપ્યો હતો અને GPSCને ઈમેલ દ્વારા જણાવ્યું હતું કે તેણે હમણાં જ એક બાળકને જન્મ આપ્યો છે અને વિનંતી કરી હતી કે ઈન્ટરવ્યુ મુલતવી રાખવામાં આવે અથવા તેને આ માટે કોઈ વૈકલ્પિક ઉકેલ આપવામાં આવે.  અને GPSCએ તેના જવાબમાં, અરજદારને 2 જાન્યુઆરીએ ઇન્ટરવ્યુ માટે હાજર રહેવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તે તારીખ પછી ઉમેદવારને વધુ સમય આપવામાં આવશે નહીં. જીપીએસસીના આ જવાબ બાદ ઉમેદવારે કોર્ટ ના દરવાજા ખખડાવ્યા. આ કેસની સુનાવણીમાં કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે આ પ્રકારનો જવાબ સંપૂર્ણ લિંગ અસંવેદનશીલતા દર્શાવે છે. ખાસ કરીને જ્યારે સ્પષ્ટ હોય કે અરજદાર એક તેજસ્વી ઉમેદવાર છે, તે બાળકને જન્મ આપ્યા પછી ત્રીજા દિવસે ઇન્ટરવ્યુમાં હાજરી આપવા માટે શારીરિક રીતે સક્ષમ નહીં હોય.

કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, અરજદારની વિનંતી વ્યાજબી છે. અરજદારે પોસ્ટ માટે અરજી કરી હતી તેના ત્રણ વર્ષ પછી લેખિત પરીક્ષાનું પરિણામ 8 ડિસેમ્બર, 2023ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. મહિલાએ લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ તેને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવી હતી.  આવી સ્થિતિમાં,GPSC માટે હતું કે તે ઇન્ટરવ્યુ પ્રક્રિયાને મુલતવી રાખે અથવા ઓનલાઈન ઇન્ટરવ્યુ જેવા વૈકલ્પિક ઉકેલ પ્રદાન કરે.  હાઈકોર્ટે GPSCને ટકોર કરતાં કહ્યું કે પસંદગી પ્રક્રિયા બહુ મંદ ગતિએ ચાલી રહી છે. વર્ષ 2020 માં બહાર પાડવામાં આવેલી જાહેરાત માટેની લેખિત પરીક્ષાનું પરિણામ ડિસેમ્બર 2023 માં જાહેર કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં સંજોગોમાં વધુ બદલાવ આવતા હોય છે તે બાબત ખાસ ધ્યાન પર લેવા અંગે ટકોર કરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા/PCR વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ બે મિત્રો ઝડપાયા

આ પણ વાંચો:ayodhya ram mandir/‘છોટી કાશી’ હાલારનું હીર અયોધ્યામાં પાથરશે પોતાની કલાના ઓજશ