મહેસાણા/ રાધનપુર રોડ પરની 3 સોસાયટીએ ગૌચર જમીન દબાવી, જમીન ખાલી કરવા આપી નોટિસ

ગૌચર જમીન પચાવી પાડતા તત્વો વિશે અવારનવાર સંભાળવા મળે છે, સરકાર હજુ સુધી આના પર કોઈ નિયમો લાગુ નથી કર્યા. આવો જ એક કિસ્સો મહેસાણામાંથી સામે આવ્યો છે.

Gujarat Top Stories Others
રાધનપુર રોડ પરની 3 સોસાયટીએ ગૌચર જમીન દબાવી, જમીન ખાલી કરવા આપી નોટિસ

ગૌચર જમીન પચાવી પાડતા તત્વો વિશે અવારનવાર સંભાળવા મળે છે, સરકાર હજુ સુધી આના પર કોઈ નિયમો લાગુ નથી કર્યા. આવો જ એક કિસ્સો મહેસાણામાંથી સામે આવ્યો છે. રાધનપુર રોડ પરની 3 સોસાયટીએ ગૌચર જમીન પચાવી પાડી છે.

મળતી માહિતી અનુસાર શિલ્પ, અવ્ય અને ફોર્ચ્યુન સોસાયટીના બિલ્ડરોએ આ ગેરકાયદેસર કામગીર કરી છે, જયારે આ વાતની જાન પાંચોટ ગ્રામ પંચાયતને થઇ ત્યારે તેમને બિલ્ડરોને જમીન ખાલી કરવા  નોટિસ પણ આપી હતી. પરંતુ આ ઉપરાંત કોઈ એ આ વાત પર કાન સુદ્ધા કર્યો નથી. એટલું જ નહિ બિલ્ડરોએ ગૌચર જમીન તરફ જવાનો રસ્તો પણ બંધ કરી દીધો છે.

આ ત્રણેય સોસાયટીને મળીને કરોડોની કિમતની ગૌચર જમીન કબ્જે કરી લીધી છે. જેમાં ફોર્ચ્યુન સોસાયટીએ ગૌચર જમીનને સોસાયટીના કોમન પ્લોટમાં ભેળવી દીધી હતી. જયારે આ વાતની જાણ થઇ ત્યારે સોસાયટીને નોટીસ પણ આપવામાં આવી છે,જેમાં સોસાયટીઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ ખાસ વાત એ છે કે આ નોટીસ 27 ડિસેમ્બરે ઈશ્યુ કરવામાં આવી હતી આ ઉપરાંત હજુ સુધી આ ગૌચર જમીનને લઈને કોઈ પણ પગલું નથી ભરાયું ઉપરાંત આ બિલ્ડરોએ તેને એવી પચાવી પાડી છે કે તેને છોડાવવા હવે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:Sir T Hospital/ભાવનગરમાં બસો કરોડના ખર્ચે બનાવમાં આવેલ હોસ્પિટલમાં પડ્યા ગાબડા

આ પણ વાંચો:natural farming/રાજ્યના કૃષિ વિભાગના અધિકારી પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાતે

આ પણ વાંચો:Ahmedabad/ફરજ દરમિયાન જીવ ગુમાવનાર પોલીસ અધિકારીના પરિવારને કરાઈ સહાય