board exams/ બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરનાર સામે સજાની જોગવાઈ, યાદી જાહેર કરાઈ

ઘણા સમયથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોય છે. પરીક્ષામાં પાસ થવા મહેનતના બદલે ખોટા માર્ગ અપનાવતા વિદ્યાર્થીઓ સામે ગુજરાત માધ્મિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સજાનું કોષ્ટક બનાવવામાં આવ્યું છે. જેમાં કુલ 5 ગેરરીતિ બદલ પોલીસ ફરિયાદની જોગવાઈ કરવામાં આવી છે.

Top Stories Gujarat

Gujarat News: ગુજરાત માધ્મિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાને લઈ ગેરરીતિ કરનાર સામે સજાની જોગવાઈ કરી છે. બોર્ડ દ્વારા 33 ગેરરીતિની યાદી જાહેર કરાઈ છે. પરીક્ષા દરમિયાન ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ પકડાયા તો સીધી પોલીસ ફરિયાદ કરાશે.

ઘણા સમયથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોય છે. પરીક્ષામાં પાસ થવા મહેનતના બદલે ખોટા માર્ગ અપનાવતા વિદ્યાર્થીઓ સામે ગુજરાત માધ્મિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સજાનું કોષ્ટક બનાવવામાં આવ્યું છે. જેમાં કુલ 5 ગેરરીતિ બદલ પોલીસ ફરિયાદની જોગવાઈ કરવામાં આવી છે.

બોર્ડે વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે પરીક્ષાખંડમાં મોબાઈલ સાથે લઈને આવવું નહીં, સ્માર્ટ વૉચનો ઉપયોગ કરશો તો પોલીસ ફરિયાદ નોંધાશે. જવાબવહી ખંડ નિરીક્ષકને સોંપવામાં ન આવે, ડમી વિદ્યાર્થીઓને બેસાડવામાં ન આવે, મોબાઈલ, ડીજીટલ કે સાયન્ટિફક કેલક્યુલેટર સાથે ન લાવે. જો પરીક્ષાર્થી બહારથી કોઈ વ્યક્તિ દ્વારા લખાવવામાં આવ્યાનું સાબિત થાય તો પોલીસ ફરિયાદ કરાશે.

બોર્ડની પરીક્ષામાં આચાર્ય, શિક્ષક, ક્લાર્ક કે પ્યૂન દ્વારા ગેરરીતિ કરાશે તે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:નીતિ આયોગ રિપોર્ટ: ભારતમાં ગરીબી ઝડપથી ઘટી રહી છે…

આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદીએ દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઈવિંગ કર્યું, જુઓ Photos

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યુ