@ નિકુંજ પટેલ
- એસએમસીએ એક આરોપીની ધરપકડ કરી,ત્રણ ફરાર
સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ના અધિકારીઓએ ખેડામાં કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી લઈને એક આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે ત્રણ આરોપીની શોધ હાથ ધરી છે. પોલીસે દારૂનો જથ્થો અને વાગન મળીને કુલ રૂ. 7,12,376 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો.
એસએમસીના અધિકારીઓને માહિતી મળી હતી કે ખેડામાં કપડવંજ સ્થિત જુના બોભા ગામ, વાત્રક નદીના પૂલ પરથી કારમાં દારૂનો જથ્થો લઈને કેટલાક શખ્સો પસાર થવાના છે. જેને આધારે પોલીસે અહીં જાળ બિછાવીને કાર આંતરી હતી. કારમાંથી પોલીસને રૂ.2,05,876 નો દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. તે સિવાય મોબાઈલ અને કાર મળીને કુલ રૂ. 7,12,376 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો.
પોલીસે આ કેસમાં રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી રાજુ ડોલારામ ડામોરની ધરપકડ કરી હતી. જોકે તત્રણ આરોપી ફરાર થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે. ફરાર આરોપીઓમાં ગોમા ડામોર કારના માલિક અને કારના ડ્રાઈવરનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા આરોપીને અતરાસુંબા પોલીસ સ્ટેશનને સોંપી દેવાયો હતો. અતરાસુંબા પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:આંદોલન/ખેડૂતોની આજે દિલ્હી તરફ કૂચ,પોલીસ એલર્ટ મોડ પર
આ પણ વાંચો:હિમવર્ષા/હિમાચલમાં ભારે હિમવર્ષા, 17થી વધુ પર્યટકો ફસાયા બે મજૂરોના મોત
આ પણ વાંચો:સર્વે/આજે જો લોકસભાની ચૂંટણી થાય તો ભાજપને મળશે માત્ર આટલી બેઠકો! જાણો
